________________
૨૮૦
પામી ગઈ! મેહની જુગ જૂની આદતે અને વાસનાઓના પ્રભાવે ખલના થવી દુષ્કર નથી, અસંભવિત નથી, એવી, સ્થિતિમાં આત્માને પવિત્ર રાખનાર હોય, તે ખલનાની ગહ છે. એનાથી ભારે કર્મો પણ નાશ પામી જાય છે. પ્રતિક્રમણ શું છે? દિવસ-રાતના કેઈ પાપના ભાર ના કરનારૂં!! એકેક દિવસના પાપને પાર નથી, પણ પ્રતિ કમણ પ્રાયશ્ચિત્તથી ઘણાં પાપ નાશ પામી જાય છે. આમ ભાવના ધર્મની વાત થઈ
વિચારે, વિજયસિંહ આચાર્ય મહારાજ પાસે સમરાદિત્યના જીવ શિબીકુમારને આ દાન-શીલ-તપ ભાવના ધર્મનું સ્વરૂપ સાંભળવામાં કે અદ્દભુત રસ આવ્યા હશે! એમાંય છેલ્લે છેલ્લે ભાવના ધર્મની તે બલિહારી જ એવી કે એ સાંભળીને કેવુંક બહુ સુંદર પરિણામ આવ્યું તે આગળ જોવા મળશે.
પ્રકરણ-૨૩
સાધુપણાની યોગ્યતાના ૧૬ ગુણે
વિજયસિંહ આચાર્ય મહારાજ પાસે સમરાદિત્યના જીવ શિખીકુમારે એમનું ચરિત્ર સાંભળ્યા પછી દાન-શીલા તપ-ભાવના, એ ચાર પ્રકારે ધર્મ સાંભળે. હવે એ આગળ વ, આચાર્ય ભગવંતને સાધુપણાની યોગ્યતા વિષે પૂછે છે. શા માટે? પિતાના આત્માને તેલી જોવા માટે.