________________
૨૯૧
સમજથી બુદ્ધિ નિર્મળ કરી હોય તે ચારિત્રમાં અનુકૂળપ્રતિકૂળ પ્રસંગોમાં દઢ રહી શકે.
(૫) ચારિત્રોગ્ય પાંચમા ગુણમાં, જેણે ચોથા નંબરમાં આ નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત કરી છે, અને એ પ્રાપ્ત કરી જેણે સંસારને બરાબર એના સ્વરૂપમાં ઓળખે છે, તેનું હૃદય સંસારથી વિરક્ત બનેલું હોય છે. સંસારથી વિરકત બનેલે એટલે શું? :- દરેક સમકિતી વિરાગી હેય. વૈરાગ્ય એ પહેલો ગુણ છે, પછી તત્ત્વની શ્રદ્ધા છે, ને પછી સમતિ પામે. જૈનધર્મમાં ન આવેલા આત્માઓ પણ વિરાગી હોઈ શકે છે. કેમકે સમકિતની નીચેની ભૂમિકા વેરાગ્યની છે. તે વિરાગી હોય એટલે શું? જેણે આ રીતે બુદ્ધિ નિર્મળ બનાવી હોય; ને તેથી સંસારને યથાસ્થિત નિર્ગુણ, નિરૂપકારી જા હેય, અને તેથી સંસાર પ્રત્યે એને રંચ માત્ર પણ આસ્થા ન હોય, સંસારની રૂચિ નષ્ટ થઈ ગઈ હોય. આનું નામ વૈરાગ્ય પછી એ જરૂર પડયે દેવલોકમાં હાય- એ દેવક
જ્યાં લચ બચતા દિવ્ય શૈભવ-વિલાસ હોય,–તે પણ એ આત્મા અંતરના ઉંડાણમાં વિરાગી હાય! દેવલેકના સ સાર પર પણ લેશ માત્ર આસ્થાવાળો ન હોય.
(૬) દીક્ષાને યોગ્ય આત્મા પ્રતનું એટલે પાતળા કષાય હેય, અર્થાત્ જેના કોધાદિ કષાયે પતળા પડી ગયા હોય. એ ગુસ્સો, એ રેફ કે એવી માયા કે તૃષ્ણ ન હોય.