________________
૨૮૭
ફરે છે. તેમને સાચી સુખ-શાન્તિ વરે છે. કેમકે જ્યારે જડ વિષ તરફ ઉપેક્ષાભાવ જાગે છે ત્યારે હવે આત્માના નિર્મળ સ્વરૂપ તરફ આકર્ષણ રહે છે; એ કેને? જેને સારૂં ખાવાની લાલસા નથી, સારૂં સુંઘવાની કે સ્પર્શવાની તમન્ના નથી તેવા આત્માઓને એજ સાચું સુખ અનુભવે છે. એવા આત્માઓ આજે મેજુદ છે! તેમને પૂછે કે “તમે જ્યારે સુખ-વૈભવમાં હતા. ત્યારે કેટલું સુખ, ને કેટલી શાન્તિ હતી? અને આજે કેટલાં સુખશાન્તિ છે?” તે તમને તે કહેશે, “આજની આત્માના આકર્ષણની સુખશાન્તિ એવી છે કે એની આગળ પૂર્વની વૈભવી સુખશાનિત ઝાંઝવાના નીર જેવી લાગે છે! એ વખતે દારૂને ન હતું. તેમાં હું જેતે કે મારી પાસે લાખ-બે લાખ રૂપિયા છે..” પણ એની પાછળ પિક મૂકવાની જ હતી!” પાંચે વિષમાંથી જેટલા અંશે માયા–મમતા ને આસક્તિ કાઢી નાખે, તેટલા અંશે સાચા સુખને અનુભવ થાય છે. એક પણ પદાર્થને રાગ ઍટલે કે અહિં પણ જીવને માનસિક કલેશ, અસમાધિ, દુર્થોન, કાળી વિચારણું, સંક૯પ-વિકલ્પ વગેરેને અવકાશ મળે છે; ને કાળી વિચારણામાં ઉછળ્યા કરે છે. ત્યાં સુખ ક્યાં રહ્યું? આવી રીતે આ જગતના વિષયે આ જીવનમાં દુઃખકારી છે, ને ભવાંતરમાં તે અનંત દુઃખકારી છે. માનવજીવન બરબાદ કરી તે જ માનવજીવન પર દુર્ગતિની પરંપરા ચલાવનારા છે. ચક્રવતી સરખાને ઘેર નરકમાં લઈ જઈ બેહાલ કરનાર વિષય છે.