________________
કરી. એ અનાયતન=આયતન નહિ, ધર્મરક્ષક સ્થાન નહિ. દા. ત. બ્રહ્મચારીને સ્ત્રી સાથે એકાંત એ અનાયતન, સ્ત્રી માત્રના નિરીક્ષણ એ અનાયતન. તપસ્વીને જમણવારના સ્થાન તથા જમણની ખૂબ ખૂબ પ્રશંસાના સ્થાન એ અનાયતન. ત્યાગી કે ત્યાગવૃત્તિને ભેગનાં સાહિત્યના વાંચન એ અનાયતન. ધર્માત્માને અધમના સ્નેહ, સંસર્ગ એ અનાચતન. ધર્મ કરતાં જાતની સુકમળતા અને પૂર્વ વૈભવાદિનો ખ્યાલ એ અનાયતન. એવા જ્યાં ધર્મને ધકે પહો. ચવાનો સંભવ હોય એવા દેશકાળ એ અનાયતન. અનાવતનને ત્યાગ અવશ્ય કરવું જોઈએ, એ મહાન ભાવના ધર્મ છે. જુએ નદિષેણ મુનિ વેશ્યાને વેશ્યા જાણ્યા પછી પણ એની સાથે વિવાદ કરવા ઉભા રહ્યા તે પડ્યા. શીલ અને તપધર્મ એમને બહુ ચ છતાં આ ભાવના ધર્મની કચાશે એમને પડતાં વાર ન લાગી, અરણિક મુનિનું પણ એવું જ થયું. મેઘકુમારને પૂર્વ સુકમળતા, વૈભવ યાદ આવે એ અનાયતન સેવ્યું તે ચારિત્રમાં મન ચંચળ થયું. માટે ખાસ સમજવાનું છે કે મહાન પરાક્રમી અને ધર્મ શૂરા મહાત્મા એમને પણ જે અનાયતના પતન કરાવી દે છે, તે એને ત્યાગ ખાસ આવશ્યક અને અનિવાર્ય બને છે. ૧૩. સદા પ્રશસ્ત આમનિંદા :–
તેરમે ભાવના ધર્મ આજે હંમેશાં આત્મનિંદા કરવાને જે ગુણ ગાવા કે રશંસા કરવી, તે બીજાની,