________________
૧૭૫
વિકથી કેટલું ? શું કરીએ સાહેબ! સંસારી છીએ. ચુલેહલે સંભાળવું પડે....બજારે જવું પડે..” ભલે કાયાથી આટલું કર્યું, પણ મનથી વધારે નહિ ને? માસાને દહાડો છે, કેલસા સળગતા નથી, ભેજવાળા થઈ ગયા છે, તે મને બિલકુલ શાંત ને ? કે કેલસાવાળા પર મન ઉતરી પડે ખરૂં ? માત્ર એક દિવસનું ય માપ કાઢીએ તે હૃદય કંપી ઉઠે તેવી માનસિક હાલત છે ! ધમધોકાર રાત ને દિવસ કામ ચાલુ છે ! ઉંઘમા ય સ્વપ્ન ચાલુ તે જાગતાં તે સંકલ્પ-વિકલમાં અટકવાનું જ શાનું હોય? વિકલપસર્જિત દુનિયા રાક્ષસી હોય છે! વિકલ્પ કરનારને પિતાને જ ખાઈ જાય ! ખાય તે ચારે બાજુથી ખાય ! પુણ્ય ખાય! ગુણ ખાય! સમતા ખાય ! પ્રેમ ખાય ! જ્ઞાન ખાય!
મારી દુનિયા એટલે એકલી જિનમતિ નહિ -માનસિક વિચારણામાં જે પ્રભુશાસનને ઉપયોગ કરતાં આવડે તો જીવન બધું બદલાઈ જાય! આ ઝેક ફરી જાય ! સમુદ્રદત્તને ક કે ફર્યો ! નેકરના મેં સાંભળ્યું કે “જિનમતિ વંઠી ગઈ છે. તે એ સમાચાર પર પેટા વિકલ્પ રચવાને બદલે માનસિક વિચારણામાં પ્રભુશાસનને ઉપયોગ કર્યો! “ઉભે રહે, મારી દુનિયા એટલે એકલી જિનમતિ નથી. એમાં ખરા તે મારા જિનેશ્વરદેવ છે. એ ત્રણે ય કાળ માટે ઉત્તમોત્તમ છે! એ જે મારી પાસે છે તે એક જિનમતિ ખવાઈ જવામાં શું