________________
૨૩૮
શસહિત ધમપ્રવૃત્તિને દાન પણ તેવું જ કરવું જોઈએ. શ્રદ્ધા એ તે દાનરૂપી બીજને માટે જળ સમાન છે. જળ વિના બીજમાંથી પાક કે થાય ?
(૪) ન્યાયપાર્જિતાદિ –દાનનું દ્રવ્ય ન્યાયથી ઉપાજેવું જોઈએ. ન્યાયથી ઉપજેલું દ્રવ્ય ખરૂં ગ્ય દ્રવ્ય છે. તેમાં હૃદય કાળું થયું હતું નથી. તેથી એમાં દાનના ઉંચા પરિણામ સારા ભાવ જાગી શકે છે. કાળા થયેલા હૃદયમાં એ મુશ્કેલ છે. જો કે એમાં ય દાનના પરિણામ જાગે ખરા; પણ તેટલા ને તેવા ઊંચા નહિ. કલુષિત ચિત્તવાળાનું ઘણું પણ દાન એળે જાય છે. માટે તીર્થયાત્રાદિ ખર્ચમાં, દેવાદિ ખર્ચમાં, દેવાદિ ભક્તિમાં, દાનમાં વાપરવાનું દ્રવ્ય ન્યાયથી ઉપજેલું હોય તે શ્રેષ્ઠ કેટિનું. વળી આ તે સુપાત્રદાન, મુનિને દાન છે માટે દેવાની વસ્તુ પ્રાસુક પણ જોઈએ. પ્રાસુક એટલે અચિત્ત, નિર્જીવ જોઈએ. તે પણ મુનિ માટે અચિત કરેલું નહિ, કેમકે એવું તે સાધુ માટે દેષિત દ્રવ્ય થાય. એમાં દાતારને પણ એ લાભ ન મળે. એવી રીતે જીવહિંસા કરીને જે ધર્મ શ્રદ્ધાથી દાન કરે છે, તે શ્રદ્ધાળુ હોવા છતાં ય ચંદન બાળીને કેલસા બનાવી એને વેપાર કરનારા વેપારી જે છે. એવી રીતે દેવાની વસ્તુ લોકવિરુદ્ધ કે ધર્મવિરુદ્ધ ન જોઈએ. ભલેને અચિત્ત હોય, પણ તે ય વિરુદ્ધ વસ્તુ ન ચાલે. એવા દાનથી તે પોતે ય સંસારના ખાડામાં પડે છે, અને દાન ગ્રહનાર પણ સંસાર વધારે છે. દેવું દેવું