________________
જિજ્ઞાસાની તે વાતે ય શી ? સુલસા જેવા ન ગઈ. દિલમાં આ ભક્તિભાવ જિનેન્દ્ર ભગવાન ઉપ૨ ઉછળ હતો! મારા એ નાથથી વધીને જગતમાં જોવા જેવું છે જ શું ?
દેરાસરમાં પ્રભુદશને જાઓ છે ત્યાં આ ભાવ મનમાં જાગતે હેય છે ને? આખા દિવસની વાત નથી, માત્ર દર્શને જાઓ ત્યારની આ વાત છે કે તે વખત પૂરતું તે આ ભાવ જાગતે ને? જો હા, તે દેરાસરમાંથી બહાર ન નીકળીએ ત્યાં સુધી દષ્ટિ ભગવાન પર જે ચૂંટી તે ચેટી એમ જ ને? કેઈ એને તાણી ન શકે. ક્યાં ય ડાફબીયા એને મારવાના નહિ. જિનને જોવામાં જ લીન એ! પાછું પ્રભુને આંખ જેતી જાય, ને હૈયું ઉછળતું જાય ! “અહો કેવા અનુપમ દેવાધિદેવ મને મળ્યા ! કેવું એમનું અદ્ભુત સ્વરૂપ ! કેટલી બધી એમની ગુણ અને ઉપકારથી મહત્તા ! દેવેન્દ્રો અને દાનવેન્દ્રો એમને પૂજે! મહાબુદ્ધિ નિધાન ગણધર ભગવંતે એમને સેવે ! અનુપમ તીર્થના પ્રવર્તક આ પ્રભુ ! ભવ્ય પુરુષાર્થથી રાગાદિ શત્રુને નાશ આ દેવે કર્યો! બીજાએ નહિ!”...વગેરે વગેરે કઈ સ્વરૂપ વિચારવામાં લીન બનવાનું. એમના અજબ ગુણે અને ગજબ ઉપકાર યાદ કરવાને. હૈયામાં જિનભક્તિને ભાવ ઉછળતું હોય તે આ બધું શક્ય છે. સંભવિત છે. તુલસામાં એ હતું તેથી એને જરા ય કૌતુક જોવાનું ય ન થયું. વળી જુઓ કે પછી એ અંબડ પરિવ્રાજક શ્રાવકને વેશ કરીને એના ઘેર આવે છે, ત્યારે “અહો ! મારા પ્રભુના ભક્ત