________________
ખરેખર તુચ્છ લાગે, જિન ખરેખર સારભૂત લાગે, તે જ આ બને, એ જિનભકિતના લાભ અજબ-ગજબ! (૬) સંસાર જુગુપ્સતા –
છા ભાવના-ધર્મ માં હવે આગળ જુઓ, જેમ જિન પ્રત્યે અઢળક ભક્તિ જોઈએ તેમ જગત પ્રત્યે
એટલે કે સંસાર પ્રત્યે જુગુસાભાવ જોઈએ, ભાવના-ધર્મની છઠ્ઠી વસ્તુ આચાર્ય મહારાજે શિખીકુમાઅને આ બતાવી. વાત પણ બરાબર છે. સંસાર પર જુગુ
સા ન આવ્યા કરે, ત્યાં સુધી જિન પ્રત્યે સાચો ભકિતને ઉલાસ ક્યાંથી જાગે? કેમકે જિન વીતરાગ છે, તેમ વીતરાગ બનવાનું કહે છે. તે પછી સંસાર પ્રત્યે રાગ ઉભે રહ્યો કેમ ચાલે? જુગુપ્સા થવી જોઈએ. અહીં પ્રન થશે,
પ્ર–પૂર્વે વૈરાગ્ય ભાવનાનો ધર્મ તે કહી દીધો હતે. એમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય-ભાવના આવી ગઈ. તે આમાં વધારે શું આવ્યું ?
ઉ૦–વૈરાગ્ય-ભાવના જુદી ચીજ છે, અને જુગુસાભાવ જુદી વસ્તુ છે, વૈરાગ્યભાવનામાં તે ચિંતન કરવાનું છે, વૈરાગ્ય વિચારવાનું છે. એ માટે બૈરાગ્યજનક ભિન્ન ભિન્ન પ્રસંગે ચિંતવવાના છે. ત્યારે જુગુપ્સાભાવમાં ચિંતવવાની વાત નથી, પણ દિલ બનાવવાની વાત છે. દિલમાં સંસાર પ્રત્યે અરૂચિ હેય, તિરસકાર હય, અવજ્ઞા હેય જાણે