________________
૨૫૫
ઉપર એકાંત શ્રધ્ધા એ સમ્યકત્વ.એ મહાન પ્રકાશ દે છે! અદ્ભુત આત્મબળ આપે છે ! એનાથી જ હવે સંસારકાળ અર્ધ પુદ્ગલ પરાવર્તની અંદર સમાપ્ત થવાનું નક્કી થાય છે. મહાન સકામનિર્જરા કરવાની લાયકાત મળે છે. ત્યારે ભવવૈરાગ્યથી સંસારના ભામાં ભારે પ્રભને સામે અડગ રહેવાનું અપૂર્વ આત્મતેજ વિકસે છે. તેમમેક્ષરુચિથી તે સર્વ વૈષયિક આનંદને તુચ્છકારી એક માત્ર આત્મિક અસાંગિક આનંદની જ લાલસા રહે છે, પક્ષપાત રહે છે. એટલે વિષયના ભ્રામક આનંદમાં ભારે થકાવટ, ભારે અરુચિ આવી જવાથી સાંસારિક લેભ-મમતા, બહુ કપાઈ જવાથી મેક્ષ મળવા પહેલાં અહીં પણ અજબ શાંતિ અનુભવમાં આવે છે, મહાન આંતરિક સ્થિર સુખને અનુભવ થાય છે, શ્રધ્ધા અને સંવેગ આત્માના પ્રદેશ પ્રદેશમાં વ્યાપ્ત થઈ જવા જોઈએ, એ સૂચવવા એની સ્પર્શના કહી. નિસ્પૃહ ચિત્તે સર્વ જીવે પર મૈત્રીભાવ –
પાંચમી વસ્તુ છે મૈત્રીભાવની. સમકિત તે ઊંચા ધર્મને પામે છે. જ્યારે મૈત્રીભાવ એ તે પહેલેથી શરૂ થતા માર્ગાનુસારી જેવા સામાન્ય ધર્મને પાયે છે. મૈત્રીભાવના પાયા ઉપર ધર્મની ઈમારત ટકી શકે છે. મૈત્રીભાવ હોય તે જ બીજા ન્યાય–સંપન્નતાદિ ધર્મો મોક્ષમાર્ગને અનુકૂળ બને છે. આ મૈત્રીભાવ એ ભેદભાવ વિના સર્વ જી પ્રત્યે રાખવાને છે. અર્થાત્ “જગતના જીવમાત્રનું ભલું થાઓ.”-એવું વિશ્વ વાત્સલ્ય એમાં કેળવવાનું