________________
બાસ્થતપના છ પ્રકાર છે અનશન, ઉદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયશ, અને છઠ્ઠો સંલીનતા.
આભ્યન્તર-તપના છ પ્રકારમાં –પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ આવે છે.
આનું વર્ણન આગળ કરાઈ ગયું છે, તેથી અહીં એને વિસ્તાર કરવાનું નથી. આચાર્ય મહારાજ કહે છે કે આ તપ-ધર્મને આચરીને છ આલેક-પરલેકના વિશાલ સુખ પામે છે, અને સર્વદુઃખેને કમને ક્ષય કરી શકે છે. તપ એ મહામંગળ છે. તેથી પાપ-કર્મ રૂપી વિદને ટળી જાય છે પછી દુઃખ નાશ અને સુખ મળે એમાં નવાઈ નથી.
ભાવના ધર્મ દાન, શીલ અને તપ એ આચરણના ધર્મની સાથે ભાવનાને ધર્મ જોઈએ, તેથી હવે આચાર્ય મહારાજ કહે છે, “હે સુંદર! હવે તું ભાવનામય ધર્મ સાંભળ સારી રીતે -
(૧) સમ્યગ્દર્શનની ભાવનાઓ, (૨) સમ્યગજ્ઞાનની ભાવનાઓ, (૩) સમ્યગુચારિત્રની ભાવનાઓ, (૪) વૈરાગ્યની ભાવનાઓ, (૫) પરમ જિન-ભક્તિ. (૬) સંસાર જુગુપ્સનતા, (૭) કામવિરાગ. (૮) સુસાધુ સેવા. (૯) જિનસેવા. (૧૦) જિનેન્દ્ર પ્રવચન-પ્રભાવના. (૧૧) મોક્ષસુખપ્રીતિ. (૧૨) અનાયતન વર્જના. (૧૩) સદા પ્રશસ્ત આત્મનિંદા, (૧૪) સ્પલનાની ગહ.