________________
૨૫
છે. દુશ્મન પણ આ આપણી વિશ્વમૈત્રોમાંથી બાદ નહિ ! એને કદાચ, અવસર પામીને, શિક્ષા કરવાનું મન થતુ હાય, તે પણ એનું ભુંડુ થાએ એવી ભાવના ન થાય; એનુ’સત્યાનાશ નીકળી જાએ એવી હલકટ વૃત્તિ ન જાગે. હૈયું એટલુ' કામળ અને પ્રેમાળ અને ત્યારે મૈત્રીભાવ સિદ્ધ થાય. એમાં હૃદય બહુ ઉદાર બને છે. એ પાછું નિઃસ્પૃહ ચિત્તથી કરવાનુ છે, અર્થાત્ આ મૈત્રીભાવના બદલામાં મને દુન્યવી લાભ મળેા એવી આશંસા ન રખાય. ચિત્ત નિરાશંસ અર્થાત્ બદલાની આશા વિનાનું રખાય. એમ કરવાથી સાચી ઉદારતા, સાચા પ્રેમ ઉભા થાય છે. નિઃસ્પૃહ ચિત્તથી જગતના લાભા તુચ્છ લાગે છે. પછી જગતના જીવા ઉપર, પહેલાં એ લાભમાં અંતરાય થવાના કારણે, દ્વેષ થતા હતા, તે હવે શા સારૂ થાય ? તેમ ‘આના ઉપર હું મૈત્રીભાવ રાખું જેથી એ મારા ઉપર પણ મૈત્રીભાવ રાખે અને મને નુકશાન ન કરે, મને અવસરે લાભ કરે,’-આવા સેાદા કરવાની વાત નહિ. તેથી શુષ્ક મૈત્રીભાવ થાય, અને એ ટકી રહે, તેમજ એ હૃદયને સંકુચિત ન કરે.
વિજયસિંહૈં આચાર્ય મહારાજે સમરાદિત્યના જીવને આવા પ્રકારનુ શીલધર્મનું સ્વરૂપ કહ્યું. એમાં અવાન્તર શ્રાવકના ખાર વ્રત, અન્ય સપ્તવ્યસન ત્યાગાદિ ત્રતા, નિયમે પણ સમજી લેવાના, સાધુની સાધુચર્યાં પણ આમાં આવી જાય. માત્ર તપ અને ભાવનાની વાત અલગ સમજવાની છે. આચાર્ય મહારાજ કહે છે, હું શ્રાવક ! અત્યંત કષ્ટથી