________________
૨૫૯
આ આ પ્રકારે ભાવનામય ધર્મ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરોએ કહ્યો છે, અને તે સંસારરૂપી વનને બાળીને ભસ્મ કરી નાખવા માટે દાવાનળ સમાન છે.
અહીં આચાર્ય મહારાજે ભાવનામય ધર્મ કહ્યો તેમાં દાનાદિ ત્રણેય પ્રકારના ધમ ઉપર જણે શિખર ચઢાવ્યું, અથવા અલંકાર પહેરાવ્યા ! કેટલે સુંદર કટિન ભાવનામય ધર્મ! એના ચૌદ પ્રકાર :- મિથ્યાત્વ-ચાર કષાયે-નવ નેકષાય, એ ચૌદ આભ્યન્તર ગ્રંથી છેડી, ચૌદ પૂર્વેના પારગામી બની, ચૌદ ગુણઠાણું વટાવી જઈને ચૌદ રાજલકના મથાળે શાશ્વત વાસ કરવા માટે સચોટ ઉપાય છે. અલબત દાનાદિ ધર્મો પણ જરૂરી છે જ. પરંતુ એ બધાની તાકાત વિકસિત કરવા માટે આ ભાવનામય ધર્મ સમર્થ છે. એ તાકાત, એ શક્તિ વિકસ્વર થયાથી ફળની કક્ષા વધી જાય છે. હવે અહીં સંક્ષેપમાં ચૌદેયનું સ્વરૂપ જોઈ લઈએ. આમાં પહેલી ચાર ભાવના સમ્યગ્દર્શન–જ્ઞાન-ચરિત્ર અને વૈરાગ્યને પ્રાપ્ત કરાવનારી તથા પુષ્ટિ કરાવનારી છે.
(૧) સમ્યગ્દર્શનની ભાવના –સમ્યગ્દર્શનને શીલધર્મમાં બતાવ્યું. અહીં એની ભાવના કરવાનું કહે છે. સમ્યગ્દર્શનની ભાવના એટલે એવી વિચારણા કે જે સમ્યઝર્શનને પ્રાપ્ત કરાવે, એને સ્થિર કરે, નિર્મળ કરે. “અહે સમ્યગ્દર્શન એ કે અદ્ભુત મેક્ષને ઉપાય ! માત્ર જ્ઞાન અને ચારિત્રથી ન ચાલે, એના મૂળમાં સમ્યકત્વ જોઈએ. ત્યારે જ્ઞાનની અને ચારિત્રની તાકાત ન હોય એવા જીવ