________________
૨પ૭
છતાય એવા રાગદ્વેષાદિ દે ઉપર પણ સંપૂર્ણ વિજય મેળવી એને સર્વથા નિર્મળ નાશ કરનાર બધા જ પરમ ગુરુ શ્રી જિનેશ્વરદેવોએ આ શીલ-ધમ ફરમાવ્યું છે. અર્થાત માટે જ તે ખાસ સાધી લેવું જોઈએ. હવે તું તપ અને ભાવ-ધર્મનું સ્વરૂપ સાંભળ.
પ્રકરણ-૨૨
તપધર્મ અને ભાવધર્મ
mm
બાહ્ય-અત્યંતર :–તપધમ બે પ્રકારે કહ્યો છે. ૧, બાહ્ય તપ, અને ૨, અભ્યન્તર તપ. બાહ્ય તપમાં જે બાહ્ય કાયાથી કરાય છે તે આવે. અભ્યત્તરમાં અંદર આત્માથી કરવાનું આવે. આમાં એટલું સમજવાનું છે કે પ્રાયશ્ચિત્તવિનય-વૈયાવચ્ચ એ અભ્યન્તર તપમાં છે, છતાં એમાં જે કાયકષ્ટ, મન-વચન-કાયાની સંસીનતા, સંગે પવું થાય તે બાહ્ય અંશ ગણાય, અને અંતરાત્માની ઉપગદશા થાય તે આભ્યન્તર તપમાં જશે. એવું જ અનશન, પરીસહસહન વગેરે બાહ્યતાપમાં હોવા છતાં, એમાં જે આભ્યતર રીતે અરિહંતના વચનને વિનય, તથા ધર્મધ્યાનને અંશ આવશે તે અભ્યન્તર તપમાં લેખાશે. અથવા બીજી રીતે ઓળખીએ તે બાહ્યતતે છે જે જૈનશાસનની બાહ્ય પણ જોવામાં આવે છે; અભ્યતરત ૫ વ્યવસ્થિતરૂપે જૈનસાસનની અંદર જ મળે છે.