________________
૨૬૦
માટે પણ કેટલે સુંદર સમ્યગ્દશનને સરળ ઉપાય બતાવ્યો, કે જે સહેલાઈથી સાધી શકાય અને એનાથી કમે કરીને જ્ઞાન–ચારિત્રને સસ્તા કરી શકાય, નિકટ કરી શકાય! વળી, સમ્યગ્દર્શનમાં કેટલી સુંદર ભગવાન જિનેશ્વરદેવની સાથે સગાઈ કરાવી દીધી! ઈત્યાદિ ઈત્યાદિ ભાવનાઓ દ્વારા આત્માને જિનેન્દ્રદેવની નજીક ને નજીક લઈ જવાને. પછી પ્રભુના જીવન-પ્રસંગે, પ્રભુએ કહેલ અટલ સિદ્ધાન્ત અને તેની પ્રત્યે આકર્ષણ વધે એ ભાવેલ્લાસ વધાર્યો જવાને. આટલું જ નહિ, પણ સાથે પ્રશમ (ઉપશમ), સંવેગ, નિર્વેદ, અનુકંપા, અને આસ્તિક્યની પણ ભાવનાઓ ભાવવાની. ટૂંકમાં એવી ભાવનાએમાં રમ્યા કરવાનું જેથી સમ્યગ્દર્શન પ્રાત અને દઢ થાય. ત્યારે એ પણ ભૂલતા નહિ કે સમ્યદર્શનની કઠિનતા પણ વિચારવા એગ્ય છે. રાજા શ્રેણિક, કૃષ્ણ, શ્રાવક અહંન્નક, સુલસા શ્રાવિકા વગેરેએ સમ્યગ્દર્શન નની આરાધનામાં એને ચગ્ય જે હૃદય બનાવ્યું, એ આપણે બનાવવા માટે ઘણી ઘણી ગ્યતા વિકસાવવી પડશે, બહુ બહુ પુરુષાર્થ કેળવવો જોઈશે ! વળી સમ્યગ્દર્શનની ભાવનામાં શ્રી સર્વજ્ઞ ભગવંતે એ અનંતાનંત કાળ માટે એક સરખા સત્ય એવા નવ તત્વ બતાવ્યાને અને તે આજે અહીં મળ્યાને આનંદ માણવાને તેમજ નિઃશંકતા, નિ.કાંક્ષતા, રિથરીકરણ, વાત્સલ્ય વગેરે આઠ પ્રકારના દર્શનચારની પણ ભાવના ભાવવાની.
(૨) સમ્યજ્ઞાનની ભાવના –સમ્યજ્ઞાનની ભાવ