________________
નાએ છે તે ભાવવાનું આવે. વળી આ સંસારમાં અને તાનંત કાળથી ભટકતા ભટકતા જીવને બીજું મળવું સહેલું છે, મળ્યું પણ છે, પરંતુ ચારિત્ર મળવું મહાદેહિલું છે. તે પાછું માનવ-ભવમાં જ મળે છે. ખુદ તીર્થ કર ભગવાન, અને મેટાં રાજા મહારાજાએ પણ આ ચારિત્ર સમ્રાટનું શરણ સ્વીકાર્યું છે. વગેરે ભાવનાઓ મુખ્ય ચારિત્ર માર્ગની, અને એના અવાન્તર પ્રકારની. જેમ કે, કે અદ્ભુત વિરતિને સિદ્ધાન્ત! કેવી સુંદર સૂક્ષ્માતિસૂક્ષમ અહિંસા ! કેવું સત્ય ! કેવું મહાન બ્રહ્મચર્ય! કેવી ચાર પ્રકારે અદત્તાદાનની સૂમ વ્યવસ્થા! કે એને બેતાલીશ દેષરહિત ભિક્ષામાર્ગ ! ચારિત્રને કેવો અપૂર્વ ઉત્સર્ગ અને અપવાદ માર્ગ ! કેવી અનુપમઅનન્યલભ્ય પ્રાયશ્ચિત્ત વિધિ!”
(૪) કોરાગ્યની ભાવના –વૈરાગ્યની પુષ્ટિ કરનારી ભાવના માટે અનિત્ય-અશરણ-સંસાર-એકત્વ અન્યત્વ-અશુચિત્વ-આશ્રવ-સંવર–નિર્જરા-લેકસ્વભાવ-- બોધિદુર્લભતા-ધર્મસ્યાખ્યાતા એ બાર ભાવનાનું મનન ભાવન આવે. એમાં પાછી અવાંતર અનેક વૈરાગ્ય ષિક ભાવનાઓ થાય. સંસારનું સ્વરૂપ જ એવું છે કે અનેકાનેક પ્રકારે, વૈરાગ્યને વર્ધક વિચારણા કરી શકાય. હનુમાનજી મેરૂ ઉપર જિનચૈત્યને વંદન કરી પાછાનીચે ઉતરતા હતા ત્યાં સૂર્યાસ્ત સમયે ઉપર અને નીચે જુદી પ્રકાશની પરિ. સ્થિતિ જોઈ વૈરાગ્ય ભાવનામાં ચઢયા! ત્યારે રાજા ગુણસેના કઈકની મશાનયાત્રા જોઈ વિરાગની વિચારણામાં આગળ