________________
૨૪૦
તામાં રક્ત હોય છે ! તેમ, પિતાના સંયમયોગમાં નિજના આત્માને સારી રીતે જોડી દેનારા હોય છે! સંયમ-સ્વાધ્યાય-તપવૈયાવચ્ચાદિ ગોમાં આત્માને તન્મય કરી દીધે, પછી બીજું યાદ પણ ન આવે. તે, એ પાત્ર કેધાદિ કષાયેને નિમૂળ ઉખેડી નાખવા માટે સદા ઉત્તમ ક્ષમા, મૃદુતા, સરળતા અને નિઃસ્પૃહતા-નિર્લોભતાના અખંડ અભ્યાસી હોય છે. સાથે મન-વચન-કાયાની બધી અશુભ પ્રવૃત્તિના ત્યાગી અને પંચાચારની શુભ પ્રવૃત્તિના આરાધક હેય છે. વળી પાંચેય ઈન્દ્રિય પર અદ્દભુત નિગ્રહ કરવાને ધંધે લઈ બેઠા હોય છે. યાવત્ પિતાના શરીર અને પ્રાણ ઉપર પણ એ વિજય મેળવ્યું હોય કે ભયંકર ઉપસર્ગમાં એની પરવા કર્યા વિના પિતાના આત્મધ્યાનમાં મેરુ પર્વતની જેમ અડેલ રહે, સ્થિર અને નિષ્કપ રહે. આ ગુણોની વિવિધ કક્ષા હોય છે. તેથી કદાચ ઉચ્ચ કક્ષાના આ ગુણો ન હોય, છતાં નીચેની કક્ષાના પણ આ ગુણે ભરનારા અને દેષ રહિત; એ પાત્ર ગણાય છે, એવા પાત્ર તે ગ્રાહકશુદ્ધ કહેવાય. એમને દીધેલું દાન અદ્ભુત ફળને આપે છે.
નંદિષણનું ગ્રાહકશુદ્ધ દાન –
શ્રેણિકપુત્ર નંદિષેણને પૂર્વભવ જાણે છે ને ? એ અને સેચનક હાથી બંને ય અહીં શ્રેણિકને ત્યાં છે. કેમકે પૂર્વ ભવે દાન કરીને આવેલા છે. પણ એક મહાન રાજપુત્ર! અને બીજો હાથી !-આ ફરક પડવાનું શું કારણ? ફરક