________________
ધન્ય જન્મ, કે આ મને દાન દેવાનું મળ્યું! પાપલકમી મને દુર્ગતિના કૂવામાં પડી જાત. એના બદલે આ દાનમાં એ અમરલમી બની ગઈ! મને ન્યાલ કરી દીધે!” વગેરે વગેરે ધન્યતા, કૃતાર્થતા અનુભવે, વાત પણ સાચી છે. જીવે લક્ષમીના કેઈ નાટક કરવામાં બાકી નથી રાખી, માત્ર એના વડે આવા મહાગુણસંપન્ન, એકાંતપવિત્ર જીવન જીવનારા સંત પુરુષની ભક્તિ નથી કરી. અહીં એ કરવાની મળે, પછી શું બાકી રહ્યું?
ભાવશુદ્ધિના મૂલ્ય આંક્યા અંકાય એવા નથી. ગ્રાહકશુદ્ધિ, દાયકશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ એ છતાં ભાવશુદ્ધિ ન હેય તે જે ફળ મળે એના કરતાં ભાવશુદ્ધિ હોય તે ફળ લાખે-કડેગુણું ઉંચું મળે, યાવત્ ભાવશુધ્ધિના અત્યંત વિકાસમાં ફળ અનંતગણું ઉચ્ચ મળી જાય. શાલિભદ્રના જીવે દાન દીધું તેમાં વધારે મહત્વ શાનું હતું ? ભાવશુદ્ધિનું જ ને? એના હૈયામાં શ્રદ્ધા-સંવેગના સાગર ઉભરાયા ! કૃતાર્થતાની અનેરી લાગણી અનુભવવા માંડી ! તે મર્યો ત્યાં સુધી ! ગરીબ હતો પૈસાથી; પણ ભાવમાં તે એ જાણે મેટે અબજપતિ થઈ ગયે ! એટલા બધા ઊંચા ભાવને એ માલિક બને ! ભાવ માટે ગરીબી કે વ્યાધિ કયાં નડે છે? એ ભાવશુદ્ધિએ એને ક્યાં લઈ જઈ મૂ? શાલિભદ્રની મહાશ્રીમંતાઈ સુધી, મહાવીર પ્રભુ પ્રત્યે અથાગ રાગ, અને સેવકપણુના હાર્દિક ભાવ સુધી, શ્રેણિક એ માથે રાજા છે, એ વસ્તુ ઉપર વીર વિભુના ચરણે ચારિત્ર-જીવન