________________
પાંચ મહાવ્રત –
શીલમાં પહેલાં પાંચ મહાવ્રત કહ્યાં. મહાવ્રતના ઉપર ક્ષમા આદિ ગુણો સફળ છે. નહિતર તે એક બાજુ ક્ષમાને નમ્રતા દેખાડે પણ બીજી બાજુ હિંસા, કે જૂઠ, કે વિષયાસક્તિ જોરદાર હોય, તે આત્મા પ્રગતિ શી સાધી શકવાને? જીવનમાં સર્વથા યા અંશે પણ હિંસા, જૂઠ વગેરે પાપને ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક કર્યો હોય તે આત્મા આગળ વધી શકે છે. ગુણસ્થાનકનો ક્રમ જુઓ તે એમાં આ સ્પષ્ટ દેખાશે કે સમકિત પામ્યા પછી પણ અહિંસાદિના વ્રતમાં આવે, તે જ ઉપરના પાંચમે છ.... વગેરે ગુણઠાણે જઈ શકાય. અનુત્તર વિમાનના દેવે આમ વીતરાગ જેવા છતાં વ્રતના અભાવે થે ગુણઠાણે રહે છે. ત્યારે એ પણ છે કે મહાતે સ્વીકાર્યા પછી જ કષાયોને સર્વથા નાશ કરી ક્ષમાદિ ગુણેની પરાકાષ્ઠાએ પહોંચી શકાય. માટે જીવનમાં મહાવતે એ મહાન ઉદયની ચાવી છે. પાંચ મહાવતે – હિંસા-જૂઠ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહ એ પાંચ મહાપાપને પ્રતિજ્ઞા પૂર્વક સર્વથા ત્યાગ કરવાથી આવે. સ સારના જબરદસ્ત પિષક હિંસાદિ પાપ છે. એનાથી જીવે બીજાને દુઃખમાં મૂકે છે, અને પિતાના આત્માનું અધઃપતન કરે છે. હિંસામાં નિશ્ચિત્તપણે પ્રવર્તનારે જીવ પિતાના પૂર્વના વાઘ-વરુના જીવનને વારસે લાવનાર ગણાય કે બીજું કાંઈ? હિંસા એ જંગલી પશુની ખાસીયત છે, ત્યારે અહિંસા એ સાચી માનવતા છે. હિંસાથી હૃદય કઠોર બને છે. પછી એમાં ગુણને બદલે દેને આવવું–ટકવું સરળ બને છે. એમ, અસત્ય જીવને કાયર બનાવે છે, તામસી