________________
२५३
નથી, અશીલ છે. માનવને એ દિવ્ય કટિમાં લઈ જવાને બદલે પશુતામાં પટકે છે, તેથી જ એ પાપને ત્યાગ એ સુંદર શીલધર્મ છે, આત્માની સુવાસ છે, પ્રકાશ છે, પવિત્રતા છે.
ક્ષમાદિ શસ્ત્ર –
મહાવતેની સાથે માનવજીવનનું મહાન કર્તવ્ય કેધાદિ આંતર શત્રુઓને નાશ કરવાનું છે. એ ક્ષમા આદિ શો વડે સહેલાઈથી થઈ શકે, ક્રોધ મનમાં ઉઠે છે, ત્યાં જ જે ક્ષમા ધારણ કરી લઈએ, પછી ભલે સહજ રીતે નહિ, પણ પાપના ભયથી, કે જ્ઞાનીના હુકમથી, તે ય તે ક્રોધને આગળ વધતું અટકાવે છે. એમ ક્ષમામાં આગળ વધતાં વધતાં ક્રોધ દૂબળે પડતે જાય છે. અંતે મહાક્ષમાથી ક્રોધના ભૂક્કા થાય છે. એવી રીતે નમ્રતા, મૃદુતા અને લઘુભાવથી અભિમાન-અહંકારાદિ મરે છે. સરળતાથી માયા મરે છે, અને નિસ્પૃહતાથી લે મરે છે. ક્ષમાદિશીધર્મની તે જીવ. નમાં બલિહારી છે. ઉચ્ચ પવિત્રતા, નક્કર ઉન્નતિ, અને સાચાં સુખ એ આપે છે. એના વિના ધનમાલ વગેરે સુખને બદલે દુઃખ દેનારા બને છે, આત્માની ઉન્નતિ ક્ષમાદિમાં દેખાય છે, ક્રોધાદિમાં નહિ. પસ્તાવે ક્રોધાદિ કરવાને અંતે આવે છે, ક્ષમાદિથી તે અંતે નિરાંત મળે છે; મહાસુખના અનુભવ થાય છે, આ બધા ધર્મોને વિસ્તારથી વિચારવાને સમય નથી, તેથી માત્ર નામનિર્દેશ જેવું કરી આગળ ચાલીએ છીએ. બાકી છે એ જીવનને સાર.