________________
કે મારે છે, તે એને છોડાવુ બચાવું–આ અનુકંપાની ભાવના છે. હાથીએ સસલાની અનુકંપા કરી તે હાથી મરીને મેઘકુમાર થયે. મેઘરથ રાજાએ પારેવા પર અનુકંપા કરી અને સમ્યકત્વ સહિત ભાવનામાં ઉંચે ચઢ્યા તે તીર્થકર નામ કર્મ નામહું પુણ્ય કમાયા! આધુનિક ભીખમ પથી-તેરાપંથીને આની ગમ નથી, એટલે બિચારા અનુકંપાને અધર્મ કહે છે. અનંત અનંત કાળની કઠોરતાને મુકાવનાર કરુણું ભાવના છે. અનુકંપા ભાવના છે. ધર્મને એ પાયે છે. એથી હૃદય કમળ બને છે, કેમળ હૃદયમાં જ ગુણે પ્રગટી શકે છે. કેમળ હૃદયમાં જ કુતર્કને બદલે જ્ઞાનીવચન એ પ્રમાણ,એમ વસી શકે, મહાજ્ઞાનીને આત્મસમર્પણ કરી શકે.
પ્રકરણ-૨૧
શીલ-ધર્મ વિજયસિંહ આચાર્ય મહારાજ સમરાદિત્યના જીવ શિખીકુમારને કહી રહ્યા છે, જે મહાનુભાવ! અહીં સુધી દાન સ્વરૂપ ધર્મ તને સંક્ષેપમાં કહ્યો, હવે શીલસ્વરૂપ ધર્મ કહેવાય તે સાંભળ. શીલમય ધર્મમાં. -
પ્રાણાતિપાત અથર્ હિંસા, અસત્ય, અદત્તાદાન (ચેરી, મૈથુન અને પરિગ્રહની સર્વથા સારી રીતે વિરતિ,
ક્ષમા-મૃદુતા-ઋજુતા-સંતેષના વિચિત્ર શ વડે કેમાન-માયા-લેભને દઢ રીતે નિગ્રહ,