________________
પવિત્ર આચરણ છે, અને એ સમ્યફજ્ઞાનમાંથી પ્રગટે છે. જ્ઞાન જ ન હોય તે શું પ્રગટે ? જ્ઞાન આપનારે એ પવિત્ર પ્રવૃત્તિ આપી. એનાથી તે જીવ ઠેઠ વીતરાગ સર્વજ્ઞતાની ટોચે જઈ પહોંચે છે. દેવેન્દ્રજિત તીર્થકરપણું મેળવે છે, અને ક્રમે કરીને શાશ્વતું સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે. તે કહે જે જ્ઞાનદાન કરનારે તે ઉત્તમ પ્રવૃત્તિદાન સર્વ સુખદાન ચાવત એક્ષદાન કર્યું એ શાનદાન ઉત્તમ ખરું કે નહિ ? માટે એવા સર્વજ્ઞ-ભાવિત જ્ઞાનદાનમાં તે દેનાર–લેનાર બંનેનું એકાંતે હિત જાણવું. ક્યાં ય અહિત થાય જ નહિ.
જ્ઞાનદાન કલ્પવૃક્ષથી ય અધિકુ ! –આ સાંભળીને શું થાય છે? એમજ ને કે અહો ! ખરેખર જ્ઞાનદાન તે મહાન કલ્પવર્ષા કરતાં પણ ચઢી જાય, ચિંતામણિ રત્નને ય બાજુએ મૂકી દે. કેમકે એ બધાં તે માત્ર – લેકનાં જ સુખ દેખાડે, ત્યારે જ્ઞાનદાન તે સ્વર્ગાદિના, થાવત્ મેક્ષના અનંત સુખ સુધી લઈ જાય છે. વળી કલ્પવૃક્ષ કે ચિંતામણિ રત્નનું દાન તે કરવું ય મુશ્કેલ છે, પણ જ્ઞાનદાન તે કરી શકાય એમ છે તે કાં ન કરીએ? મનને આવું થાય છે ને? થાય તે આજથી જ સંકલ્પ કરે કે “રાજ કુટુંબોને પાંચ મિનિટ પણ જ્ઞાનદાન કરીશ. પાઠશાળામાં માસિક સ્રાનને આટલે ખર્ચ આપીશ. અને જાત આટલું જ્ઞાન નિયમિત લઈશ જ્ઞાનનાં આટલાં પુસ્તક ખરીદીશ.”
સવ
ભાષિતજ્ઞાન દાન :-- આ જ્ઞાનદાન કર્યું?