________________
२२०
એમે ય નહિ વિચારવાનું ! કોઈ હિંસા કરે તે સારૂં, એ પણ વિચાર નહિ! એવું વાણુમાં !
સાધુ નહિ પણ સુસાધુ કેમ? –આ અહિંસા ઉત્તમ રીતે સુસાધુ જીવનમાં જ પાળી શકાય. ઉત્તમ રીતે એટલે સૂફમમાં સૂક્ષમ પૃથ્વીકાયિકાદિ જીવની પણ મન, વચન, કાયાથી હિંસા ન કરવી-કરાવવી, ન અનુમોદવી. માટે જ એ પાળનારા માત્ર સાધુ પુરુષે નહિ. પણ સુસાધુજને છે. સામાન્ય સાધુજને માનવતાના અનેક ગુણવાળા હોય છે, બહુ દયાળુ હોય છે, પણ આટલી હદ સુધી સૂક્ષ્મ જીની હિંસાના ત્યાગી નથી હોતા. ત્યારે સુસાધુજને સૂક્ષ્મ હિંસાના પણ ત્યાગી હોય છે. માટે તે એમની સુસાધુતા
જીવમાત્રને અભયદાન આપવાને આભારી છે. તે પણ જીવનભરની પ્રતિજ્ઞા કરીને. એવી પ્રતિજ્ઞા ન કરવામાં તે મનમાં ચોરી રહેવા સંભવ છે કે કદાચ સંન્યાસ નહિ પળે તે પાછા ઘેર જઈશું; ગૃહસ્થજીવનમાં પાછા ફરશું. આ મનમાં ચોરી એ પણ સૂમ હિંસા છે. શી સૂકમ હિંસા ? કહો, ભાવી હિંસા કરવાની બુદ્ધિ, કરવાની અપેક્ષા રહી, હિંસામાં સંમતિ રહી છે. ત્યાં તે મનને એમ રહેવું જોઈએ કે “જીવની હિંસા શું હું કરૂ? હરગીઝ નહિ. મરી જાઉં તે હા, પણ જીવની હિંસાનું જીવન કયારે ય ન સ્વીકારું.” આવા સુસાધુજનેથી એમના મહાન અહિંસાદિ ધર્મ દ્વારા જગત ઉપર સુખશાન્તિ રહે છે. માટે જ એ પૂજ્ય છે, વંધ છે, સત્કાર્ય છે, સમાગમ યેગ્ય