________________
૨૨૮ .
સાધુ નિરૂપકારી –
જુઓ એમની એકાંત ધર્મનિષ્ઠતા કયાં સુધીની હોય છે? ત્યાં સુધીની કે એમને દાન કરનારા ઉપર પણ એ દાનના બદલામાં કશે દુન્યવી ઉપકાર નથી કરતા. હા, એમને દાન કરનારને અઢળક પુણ્યલાભ અવશ્ય થઈ જાય છે. તેથી એ પુણ્યબળે દુન્યવી સુખસામગ્રી પણ અઢળક પામે છે. પરંતુ સાધુ પિતે દુન્યવી કેઈ ઉપકારનું કાર્ય નથી કરતા, અરે ! એક ગામથી બીજે ગામ એ દાતારના સગાને જરાશે સંદેશો પણ પહોંચાડવાનું કાર્ય એ નથી કરતા ત્યાં બીજી ક્યાં વાત રહી? આનું એક જ કારણ કે એમ કરવામાં એકાંત ધર્મનિષ્ઠતા ટકતી નથી. સાધુ એટલે સાધુ, એકાંતે મોક્ષમાર્ગના જ સાધનાર; સંસારની કઈ વાત સાધનારા નહિ જ. સંસારની વાતમાં કાં તે કયાં ને કયાં કય જીવ પૈકી કોઈને કોઈ જીવની હિંસા થાય છે, અથવા મૈથુન પાપનું કે પરિગ્રહ પાપનું પિષણ થાય છે; અગર તે સાંસારિક રાગ-દ્વેષ–મેહ-મમતાદિ પાપને ટેકે મળે છે. સાધુ સાંસારિક વાતને ઉપકાર કરે એટલે આ પાપને જ પિષક બને ને? ત્યાં એકાંત ધર્મનિષ્ઠતા કયાં રહી ! માટે જ સાધુને એવા ઉપકારના લેશમાં પણ નહિ પડવાના યોગે નિરુપકારી કહ્યા. ભલભલા બાવા સંન્યાસી પણ આ વસ્તુ ભૂલી જાય છે ને એમને પગે લાગનાર, દાન દેનાર નૂતન પરિણીત યુગલને “દીર્ધાયુષી થાઓ, પુત્રવન, ભવ સૌભાગવાન રહો.” વગેરે આશીર્વાદ આપે છે;