________________
૨૩૩
સ્વાધ્યાય-ધ્યાનનું મૂલ્ય : :
શી વસ્તુ ચાલતી હતી? સાધુ દાનનું પાત્ર છે તે કેવા હોય? નિરુપકારી અને સ્વાધ્યાય - ધ્યાનમાં રક્ત, સ્વાધ્યાયધ્યાન એટલે મહાપવિત્ર જીવન કરણી; જેના આધારે દેશનું પણ મહાન કલ્યાણ થાય. આજે વિષમ કાળ છે એટલે આની કિંમત નથી સમજાતી, અને બુમ માય છે કે સાધુઓ સમાજનું શું કરે છે? અરે, સમાજને નીતિને, ધર્મને, ઉદ્દેશ તે આપે જ છે, ગુના, વ્યસન વગેરે છોડાવે છે, અટકાવે છે, સમાજને એ લાભ તે કરે જ છે. છતાં એ ન ગણીએ. તેય સાધુની ત્યાગચર્યા, સાધુની તપસ્યા, સાધુનાં સ્વાધ્યાય-ધ્યાન આ એટલી બધી તાકાતવાળી વસ્તુ છે, કે એના પ્રભાવે સમાજ પર ધરતીકંપ, પૂર, અતિવૃષ્ટિ, દુકાળ પર-રાષ્ટ્રઆક્રમણ વગેરે અનર્થો નથી ઉતરતા. એટલે આવા સ્વાધ્યાયમગ્ન અને ધ્યાની સાધુ તે દેશને મહા આશીર્વાદભૂત છે. એમને જે દાન થાય તેના ઉંચા મૂલ્ય કેટલા માંડીએ! કેમકે –
દાન પર સંયમ -તપના ભાર – - સાધુ તે દાનની વસ્તુ પર પિતાનો સંયમદેહ ટકા છે, એના દ્વારા સંયમ અને તપના ભાર વહન કરે છે. શરીર જ ન ટકે તે જીની રક્ષા, વગેરે સંયમધર્મનું પાલન શું કરી શકે? ત્યારે જે જાતે પકાવવા બેસે તે પહેલાં જ સંયમ નાશ પામે! માટે દાતાર પિતે શુદ્ધદાન કરે છે, એથી સાધુને દેહ ટકે છે અને મહા સંયમ અને