________________
૨૩૫
અગર પિથીમાં મૂકાઈ ગયા! સંયમ અને તપને બદલે અસંયમ અને ભેજનના અનેક ટંક કરશે ! આવા ભારેકમી જીવ સ્વપરને શું તારે છે? એ તે કર્મની સ્થિતિને બહુ હાસ કર્યો હોય તો સંયમ-સ્વાધ્યાયાદિના મહાન ધર્મ સુઝે, જેથી સ્વને તારે, ને પરને ય તારે. બાકી સાધુવેશમાં અસં. યમન, નિદ્રા-વિકથાના ભેગ-સગવડના મહાપાપ બાંધનારે જાતને કે જગતને શું તારી શકે ? તરવાની ચીજ મહાન છે. અહીં સારા માનવ તરીકે જન્મ તે પામ્યા. પણ જમ્યા પછી ખાધું-પીધું જ કરી, એમાં સંસારસમુદ્ર ક્યાંથી તરાય? જે ન કરાય તે પાછા અનેક જન્મ-મરણ, ને અનેક પ્રકારની ગતિઓમાં પરિભ્રમણ, એ એમજ ઉભા કે બીજું કંઈ ? ઢોર નહિ, પણ માણસ જેવા માણસ, અને તે પણ જૈન જેવા જૈન બન્યા પછી આ ? હૃદયને મજબુત કરે, એને કહે “આ ભવ તરવા માટે છે; ડુબવા માટે નહિ. હવે તરવાના દરેક સ્થાને ને, ને દરેક ક્રિયાને બનશે એટલી વધુ સેવીશ.” સ્વપરના તારકની બલિહારી છે.
પ્રકરણ-૨૦ દાનમાં ચાર પ્રકારની શુદ્ધિ
આચાર્ય મહારાજ શિખીકુમારને હવે ફરમાવે છે કેજે મહાનુભાવ! જિનેન્દ્ર ભગવંતે કહ્યું છે કે દાયકગ્રાહક-કાળ-ભાવ, આ ચાર કારણે શુદ્ધ હોય તે શુદ્ધ દાનધર્મ રૂપી કાર્ય થાય છે.