________________
૨૨૪
દુર્જય અષ્ટ કર્મને દળવા આ અભયદાન મહાધર્મ ફરમાવે છે.
તીર્થકરદેવે પિતે પણ પહેલાં સુસાધુજીવન-ચારિત્ર કેમ લીધું? તેમ પછીથી કેવળજ્ઞાન પામી જવા છતાં એ જીવન કેમ ચાલુ રાખ્યું? કહો કે આત્માનું સૌથી ઊંચું જીવન સર્વ જીવોને અભયદાન દેનારૂં હેય. ઘરમાં રહીને, ગૃહસ્થવાસમાં રહીને એ ક્યાં શક્ય છે? ત્યારે એવું સર્વ જીવોને અભયદાથી જીવન ન અપનાવે, તે પછી જીવહિંસા રહેવાની. ત્યાં સાથે બીજું ગમે તેટલું ચમત્કારિક શક્તિઓભર્યું જીવન હોય, પણ એ ક્યાંથી નિર્દોષ કે નિષ્પાપ જીવન કહી શકાય? તે કઈ પણ મહાન આત્માની પહેલી વિશેષતા નિર્દોષતા ને નિષ્પાપતાથી શરૂ થવી જોઈએ. એ માટે પહેલી વાત છે અભયદાનની. વાત પણ સાચી છે. જી પર દયા હોય તે એની હિંસા કેમ જ થાય ? અને જગતદયાળુ બન્યા વિના મહાત્મા બનવું મુશ્કેલ, તે પછી પરમાત્મા તે કેમ જ બની શકાય? એવા સર્વોચ્ચ અભયદાનના જીવને ન પહોંચાય ત્યાં સુધી પણ શક્ય એટલું અભયદાન ખાસ કરતા રહેવું જોઈએ. હવે આચાર્ય મહારાજ ત્રીજું ધર્મો પહદાન બતાવે છે.
૩. ધર્મોપગ્રહદાન. ધર્મોપગ્રહદાન એનું નામ છે કે જ્યાં ધાર્મિક જ જન અર્થાત સુસાધુ પુરુષને નવોટિ વિશુદ્ધિ એવી અવિરુદ્ધ