________________
(૨) અભયદાન અહિંસાના ૩ મુદ્દા – વિજયસિંહ આચાર્ય મહારાજ સમરાદિત્યના જીવ શિખીકુમારને જ્ઞાનદાન બતાવ્યા પછી હવે અભયદાન બતાવે છે. એઓશ્રી ફરમાવે છે કે જી નવ પ્રકારે છે, પૃથ્વીકાયિક. અકાયિક, તેજરકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈદ્રિય, તે ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને પંચંદ્રિય જીવ, પૃથ્વી પણ પૃથ્વીકાયિકા એટલા માટે, કે નજરે દેખાતી પૃથ્વી એમ જીવ નહિ, પણ પૃથ્વી એ છે કાયા જેની એવા જીવ, અર્થાત્ જેમ આપણા શરીરના પુદ્ગ્લ-લેચાને આપણું જીવે ધારણ કર્યું છે, અને એ શરીર પરની સેવા-પ્રહારને વેઠે છે, વેઢે છે, એવી રીતે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ શરીરરૂપી પુગલને લે છે, અને એને કોઈ જીવે ધારણ કર્યું છે. એના “પરના પ્રહારને એ જીવ વેઠે છે, વેદે છે. આ નવ પ્રકારના જીવને મન-વચન-કાયાથી ન મારવા, અર્થાત્ એની ત્રિવિધ ત્રિવિધ અહિંસા પાળવી, એ અભયદાન છે. એને ઉત્તમ રીતે સુસાધુજને આચરે છે, અર્થાત્ ઉત્તમ અહિંસા આચરવાનું જીવન સુસાધુનું છે. અહીં ત્રણ વાત આવી. છ ૯ પ્રકારે એની અહિંસા મન, વચન અને કાયા, ત્રણેયથી સુસાધુજીવનમાં જ એનું ઉત્તમ પાલન થઈ શકે.
સૂક્ષ્મ જીવવિચાર – અરિહંત પરમાત્માને ઉપકાર નિરખે કે પહેલાં તે