________________
ર૬
સર્વાભાષિત. સર્વજ્ઞ ભગવંતે એ જે જ્ઞાનદાન કરવાનું કહ્યું છે તે હૈ. તમે જાણે કે બેડિગ અને વિદ્યાલય, ને ગુરુકુળ વગેરે સંસ્થાઓ દ્વારા આધુનિક કેળવણ સુલભ કરી આપુ તે જ્ઞાનદાન, એ નહિ! એથી કાંઈ જીવ પવિત્ર આત્મહિતના માર્ગે આકર્ષાતા નથી. ઉલટું જડવાદ, ધર્મ પર સામા કુતર્ક, અશ્રદ્ધા, દેવગુરૂનું અપમાન, ઈત્યાદિ તરફ ઘસડાયા જાય છે એ આજે સ્પષ્ટ દેખાય છે. આજના સુધારક વિચારે, સાધુ પર પૂજ્યભાવ અને તારકભાવનું દેવાળું અગર અતિ અલ્પતા, મર્યાદાના ઉલ્લંઘન, સ્વાર્થના રાક્ષસી ખર્ચ, વગેરે બધું કોને આભારી છે? આજની કેળવણને, હજી પણ જાગે તે સારું છે. કમમાં કામ એટલું કરો નાનપણથી જ છેકસની રેજ હાજરી લે. નિશાળમાં શું ભણું આવે? માસ્તરે અને છેકએ શી શી વાતે કરી? પછી એની સામે એની બાળ ભાષામાં ધર્મજ્ઞાન આપે, તત્વ સમજાવે. દેવ-ગુરુ અને ધર્મનાં અનુષ્ઠાનનું સ્વરૂપ અને મહિમા સમજાવે. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રનું જ્ઞાન. નવતત્વનું જ્ઞાન, પ્રભુભક્તિ, તપ, આદિ અનુષ્ઠાનેનું જ્ઞાન, છ દ્રવ્યનું જ્ઞાન, માર્થાનુસારીના આચારથી માંડી ઉચ્ચ સાધુ જીવનના આચારનું જ્ઞાન, સ્વાદુવાદ-સમય-સપ્તભંગી-ચાર અનુગ વગેરે સિદ્ધાતેનું જ્ઞાન....આ બધું આપ એ સર્વજ્ઞભાષિત જ્ઞાનદાનએ કરનાર-લેનાર બંનેને તારે.