________________
૨૧૩
નાના જીવની દયાને વિચાર સરખે નથી. બલકે એની હિંસક જનાઓની મીઠી લાગતી વાતેનાં જ્ઞાન કરાવાય છે, એમાં માત્ર આ જિંદગીને જ વિચાર ઉભા રહે છે, ત્યાં બંધ-મેક્ષનો લેશ માત્ર પણ વિચાર જ ક્યાં છે અને શું જ્ઞાનદાન કર્યું કહેવું ? ખૂબી પાછી એ છે કે આને વિદ્યાદાન, જ્ઞાનદાન કહી આવું જ્ઞાનદાન કરે, આવું જ્ઞાનદાન કરે એવી પ્રેરણાઓ કરાય છે! છે ને જમાને ?
સમ્યકજ્ઞાન દાનથી હિત પ્રવૃત્તિ-અહિત નિવૃત્તિઃ આ જીવનની ચિંતા ! –શિખીકુમારને આચાર્ય મહારાજ કહે છે કે “જે પુણ્યવાન ! બંધ-મેક્ષના ભાન કરાવે એવા જ્ઞાનનું દાન. એજ મોક્ષની સુખસંપત્તિને નજીક લાવી શકે. કેમકે બંધ મેક્ષમાં બંધને જાણવાથી પુણ્યબંધ-પાપબંધ વિસ્તારથી પૂરું જાણવા મળે છે, એના શા શા ઉપાય છે તે પણ જાણવા મળે છે, તેથી પછી પુણ્યાનુબંધી પુણ્યના માર્ગમાં પ્રવૃત્તિ અને પાપના માર્ગમાંથી નિવૃત્તિ-(પાછા હટવાનું) સહેજે બને છે. આમ જ્ઞાનદાનથી પુણ્ય-પાપને વિવેક સમજે તે ઉચિત પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે, પણ ન સમજે તે શું કરવાને? કહે છે, “પહેલાં આ જીવનની તે ચિંતા કરવા દે પણ ખબર નથી કે મૃત્યુ પછીના ભાવી કાળપટની સામે આ જીવનનો કાળપટ કેટલે ? તેમાં ય પાછું ભાવી જીવનની ચિંતા કરવામાં જે ધર્મસાધના આવે છે એમાં આ જીવનની ચિંતા ક્યાં સમૂળગી મૂકી દેવામાં આવે છે? એની ચિંતા થાય છે જ. પણ મુખ્યપણે પુષ્યમાં