________________
૨૧૨
તે પરાધીન, નાશવંતુ, અને અનત્મિક, સાથે ઘણું ઘણું અધુરું, બાકીવાળું. એ આત્માના મેક્ષદશાના સ્વાધીન, અવિનાશી અને આત્મિક અનંતા આનંદની અંશે પણ કેમ કહેવાય? જેમ કેઈ પૂછે એક આંબલી એ એક આકુસ આંબાના કેટલા અંશે આવી શકે? એક કેલસ એ એક કેહીનુર હીરાના કેટલામાં ભાગે ગણાય કહેને, જરા ય સરખામણી થઈ શકે જ નહિ. એવા અનંતા સુખના સ્થાનભૂત મેક્ષ કેમ મળે એની વાત બતાવે તેવા જ્ઞાનનું દાન એ જ્ઞાનદાન છે. એવું જ્ઞાનદાન કરનારને ઉપકાર કેટલે? માતા છોકરાને દૂધ પાઈને ઉછેરે એટલે? છ ખંડનું સામ્રાજ્ય આપે એટલે ના, માતા પાછી રેગથી બચાવી શકતી નથી, બલકે મોહના કારણે પુત્રના જીવને દુર્ગતિમાં બેહાલ ભટકતે થવું પડે એવા શિક્ષણ આપે છે. આને કેટલે ઉપકાર અને ગુરુ ધર્મરક્ત બનાવી આલેક અને પરલેકના દુઃખ મટાડી દે છે. અનેક જન્મમરણને રેકી જ દે છે. યાવતું મેક્ષ સુધીની સદ્ગતિ આપે છે, એ ઉપકારનું માપ કેટલું? એની સામે ચક્રવતી પણાનું દાન શા વિસાતમાં? કેમકે એ મળવા છતાં રોગ, શેક, વૃદ્ધાવસ્થા, મરણ, નરકાદિ દુર્ગતિ વગેરે અટકતા નથી.
આજે તે જે જડવાદ ફાલેફુલે છે, સાચા જ્ઞાનના દાનને બદલે જીવને બેફામ બનાવનાર, માત્ર જડદષ્ટા કરનાર, પરલેક ભૂલાવનાર જ્ઞાનનું દાન ભરપૂર ચાલી પડયું છે! સાંભળવા ક્યાં મળે છે પુણ્ય-પાપ, કે સદ્ગતિ-દુર્ગતિ?