________________
૧૯૧
એણે તે પૂર્વ ભવામાંય બહુ જ અભ્યાસ લેાભ-દોષ, મૂર્છાદાષના કર્યાં છે. એ દોષના કારણે એને બિચારીને જે દિવસા પસાર થાય છે તે પુત્રને મારવાની ચિંતામાં પસાર થાય છે. કયી રીતે મારૂં ? કઇ જાણી ન શકે...મારવાની ક્રિયા બનવાની હશે ત્યારે અનશે, પણ કુવિકલ્પાનુ તોફાન અત્યારથી શરૂ થઈ ગયું. રાત ને દિવસ પુત્રને મારવાની ચિંતામાં આકુળવ્યાકુળ થતી માતા દિવસેા વ્યતીત કરે છે. આ શું છે? નરકની તૈયારી! ધેાર અશાતા વેદનીય ઉપાર્જવાનું કાર્યાં છે. પાપસ્થાનકની સેવામાં ગુમાવેલુ માનવજીવન, એમાંથી અનેક ભવાનાં સર્જન કેસ થાય છે? ખીજા પશુજીવન જેવામાંથી કેમ નહિ ? એનુ કારણ માનવપણાની બુદ્ધિમત્તા છે. આ બુદ્ધિના ચેાગે ડહાપણ હાય, જગદ્ગુરુ શ્રી જિનેશ્વરદેવનું આલંબન લેવાય તે અનેક ભવાના છેદન થઈ શકે એમ છે. પણ પાપના વિચારા ચાલુ છે, આરંભ-સમારંભ, વટ-આબરૂ....વગેરેની વિચારણાએ સમયે સમયે ચાલુ, તેથી સાતે કર્મા સમયે સમયે બંધાય છે. પાછાં ચીકણાં પાપના જ મધ પડે છે. એવા ઘેાર કમ કે એના વિપાકકાળે ઘાર ત્રાસમાં રીખાવાનું, અને વધારામાં પાપબુદ્ધિ !! શું સાર કાઢયા મનુષ્ય જન્મમાંથી ? આ માટે જ ધર્માત્મા જાગતા રહેછે કે ‘હું આ પાપના પ્રદેશમાં ફસાયા છું. મારા આત્મામાં પાપના પુજ વધી રહ્યા છે. માટે સવિચારે વધુ રમતા રાખવા કે, ધર્માંની ચાવીસે ય કલાક શા માટે જરૂર છે? જો ચાવીસે ક્લાક ધ રમતા રહે તેા કુકલ્પનાઓની પાપ