________________
એજ પરમાર્થ છે. રેકટલે ને એટલે તે પૂર્વના લલાટ મુજબ મળવાને છે. પણ ધર્મ ભૂલ્યા, ને જુઠ ને અનીતિ, ઠેષ ને ઈર્ષા, રગડા ને ઝગડાના પાપમાં પડ્યા તે ભાવમાં રક્ષણ મળવું મુશ્કેલ છે. આજના તમારા જીવન પર નજર નાખે કેટકેટલા પાપ આબાદીથી મહાલી રહ્યા છે, ને એટલે જ ધર્મને છેહ દેવાય છે કે બીજું કાંઈ? નહિ જેવી વાતમાં હુંશાતુશીનું પાપ ! એટલે? મૃદુતા-નમ્રતા ધર્મને દેશવટ! જરાજરા માટે સ્વાર્થોધતા, એટલે? સ્વાર્થ ત્યાગ અને નિઃસ્વાર્થ પસ્માર્થવૃત્તિના ધર્મને ધક્કો મામુલી તુચ્છ વિષયે જરાક સમય ટકનારું, જરાક શું ગળપણ, જરાક શી ખટમિકાશ, જરાક શું તીખું તમતું એ રસનાને તુચ્છ વિષય, એવી શહેરની અનેક પ્રકારની દુર્ગધ વચ્ચે જરાકશી ગુલાબની સુગંધ–એ ઘાણેન્દ્રિયને તુચ્છ વિષય, એવા બીજી ઈન્દ્રિયોના ય વિષે તપાસે તે તુચ્છ લાગશે. શું મીઠે કે માનવંતે શબ્દ, કે શું ઉનાળાની મખમલની ય ગાદી, કે શું મળમૂત્રભર્યા શરીર પરનું ગેરૂં કવર -આવા તુચ્છ વિષયે પાછળ ગૃદ્ધિ કેવી ! આસક્તિ કેટલી! એની પાછળ. વિરાગ અને ત્યાગના મહાધમ ચૂક્યા જ છે ને?
ત્યારે સમુદ્રદત્ત તે મહાન ધર્માત્મા છે. એને રક્ષણ, મળે કે નહિ? જરૂર મળે. જુઓ મળ્યું. ત્યાં ધમાલ મચી, એમાં કઈ સિધ્ધપુત્ર આવી લાગ્યા. વિદ્યાસિદ્ધ પુરૂષ છે. પાછો શ્રાવક છે. જુએ છે કે “આ મારો સાધર્મિક છે, ઝેરને ભેગ બને છે. મારી પહેલી ફરજ છે એની સેવા