________________
૨૦૮
પ્રકારે છે. દાન, શીલ, તપ અને ભાવનારૂપ, અને તે, સુરેન્દ્રો અને નરેન્દ્રોએ જેમને નમસ્કાર કર્યા છે, એવા શ્રી જિનેન્દ્ર ભગવંતેએ કહ્યો છે.” - પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ થાય છે; બચ્ચાને મા-બાપ પર જે વિશ્વાસ બેસે છે એટલે બીજા ઉપર નહિ, તેથી જ માબાપના વચન પર સચોટ વિશ્વાસ વિશેષ કરીને ધરે છે. એમ વિદ્યાર્થીને મન શિક્ષક સારા વિદ્વાન મમતાળું છે, તેથી એમના વચન પર બરાબર આસ્થા ધરે છે. એવું દરદી સારા વિશ્વસનીય વૈદ કે ડાકટરના વચન પર, ને અસીલ સારા વકિલની સલાહ પર વિશ્વાસ કરે છે. ત્યારે અહીં શ્રી જિનેશ્વરદે મહાન આપ્ત પુરુષ છે, અત્યંત વિશ્વસનીય છે, તેથી એમના વચન પર આપણને ઘણે વિશ્વાસ બેસે છે. અને જેને મેટા મેટા અનેક રાજાએ અને દેવરાજાએ ઈન્દ્રો નમતા હેય, પૂજ્ય ગણતા હોય, આદેય અને આદરણીય માનતા હોય એવા તીર્થંકર પરમાત્મા પર આપણને અત્યંત પૂજ્યભાવ થાય, એમને તરણતારણ માનીએ, એમના પર ગાઢ રાગ અને વિશ્વાસ ધરીએ એમાં શી નવાઇ? એ તારક નાથ ઉપર એવી દઢ રુચિ અને આસ્થા ધર્યા પછી એમના વચન પર ગાઢ વિશ્રવાસ બેસે એ સહજ છે, એ પ્રભુના વચન પર આપણું દિલ ઓવારી જાય, આપણે આત્મા મૂકી પડે, સમર્પિત થઈ જાય એ સ્વાભાવિક છે. તે એ જિનેન્દ્ર પરમાત્માનું વચન છે કે જગતમાં તારણહાર દાનાદિ ચાર પ્રકારને