________________
૨0૧
નહિ એ લલાટ માંદુ. બહાર આબરૂ છે, પણ ઘરમાં કલેશ છે. યા છોકરો નથી, એ લલાટ માંદુ. કાંઈને કાંઈ રહેવાનું, આવી પડવાનું. માટે સમુદ્રદત વિચારે છે, “માનવનું જીવન અનેક ઉપદ્રવથી ભરેલું છે. શે મેહ કરવે? જે ઘરવાસના જીવનમાં ઉપદ્રવ ત્રાટકી રહેતા હોય ત્યાં તુચ્છ વિષયસુખ અને તુચ્છ કુટુંબમેહમાં પડી રહેવું, એ સરાસર નશાની દશા છે. માટે મારે એવા ઘરવાસની જરૂર નથી.
જ્યાં નિરુપદ્રવ ધર્મના સ્થાન સામે મેજુદ હેય, પછી ત્યાં ઉપદ્રવના સ્થાનમાં હાથે કરીને પડી રહેવાની શી જરૂર? ઘરવાસ બહુ સેવ્યાં હવે સયું. તેથી હવે તે ફરીથી પણ કદાચ હું ગફલતમાં રહુ ને ફરી આવા કોઈ ઉપદ્રવમાં મારા પ્રાણ પરલેક ચાલવા જાય તે મેં મળેલા ધર્મની મહાન તક શાં સાધી? માનવ જીવન સિવાય ચારિત્ર ક્યાં સાધવા મળે? બે વાત છે, જીવનમાં ઉપદ્રને હલ્લે ચાલુ રહે છે, છતાં ય ઘરવાસમાં પડી રહી આ જીવન પૂરું કર્યું, તે મેક્ષના અનન્ય સાધનભૂત ચારિત્ર માનવ સિવાય બીજા જીવનમાં મળતું નથી એટલે ઘરવાસને ત્યજે એજ માનવભવનું ૨હય છે.
આમે ય ઘરવાસમાં સાર નથી. તેમ ચારિત્રની આરાધના જે અહીં જ મળે છે તેનાથી આત્માને ઉદય મહાન સધાય છે. કલ્યાણ અપરંપાર મળે છે. અને મુમુક્ષુને ચારિત્ર વિના તે ક્યારે ય છૂટકે નથી. પછી એ ગુમાવી ઉપદ્રવ ભર્યા ઘરવાસમાં શા માટે બેસી રહેવું ?