________________
૧૮૯
ઉ—શું કામ ખરેખરા દુષ્ટ કહેા છે ? એમ કહેા કે એ જીવ બિચારા તે સીધા છે. પરંતુ કશુંડા એમની પાસે અકાર્યાં કરાવે છે. વળી આપણા માટે તે એ કર્મીક્ષયમાં, વૈરાગ્યમાં સહાયક હાઈ સજ્જન જ છે.
'
પ્રકરણ-૧૭
લેાભી માતાની દુષ્ટતા
અહીં શ્રીદેવી પોતે દુષ્ટ હૃદયવાળી દિકરાને તેવા ગણે છે; અને નિધાનના લાભ જખરા લાગ્યા છે. તેથી વિચારે છે કે હવે તા ત્યારે દિકરાના ઘાટ ઘડી દઇશ અવસરે !' કુવિકલ્પેાની દુનિયા ભયંકર છે. જે પાપી લક્ષ્મીના પાપસ સ્કારા આત્મક્ષેત્રે ઉંડા પડી ગયા છે, તેના પાક થતાં શી વાર લાગે ? નિધાનનું દન થયુ' એ વરસાદ પડયા કહેવાય; અને વરસાદ પડયા એટલે પાપના છેડવા ઉગ્યે ! આ છોકરાને મારી નાખીશ, અને પછી અહીંથી નિધાન હું લઇ જઇશ.'
લક્ષ્મીથી પાપનાં સાહસ, ધમ થી સુકૃતનાં :આજ સુધી વહાલા કરેલા દિકરા, તેનું ખૂન કરવા સુધીનું સાહસ આ લક્ષ્મી કરાવે છે. દુનિયાની ઘણી ચીજો, એમાંનું એક ા દ્રવ્ય લક્ષ્મી, એની પણ આટલી ભયાનકતા, તા જગતની બધી ચીજોની ભયાનકતા કેટલી ? આંખના વિષય, કાનના વિષય... દરેકની કેટલી ? હરણીયાં ઢડ્યાદોડ્યાં સંગીત સાંભળવા આવે છે. મોટા શિકારીઓ-રાજાએ