________________
માયા એવી લગાડી દીધી છે કે પછી ત્યાં ધર્મની માયા લાગતી નથી, ને ભવ બગડે છે. સંસારમાં ભટકતાં ભટકતા એક જીવનમાં પણ લક્ષ્મીની કિંમત કાઢી નાખતાં આવડે તે પછીનાં જીવન સુંદર! એક વખત તે આંખમિંચામણાં કરતાં આવડવું જોઈએ, પછી તે ખૂબી એ થાય કે એની સામે આત્મહિતકર ધર્મની કિંમત ખૂબ આંકતા આવડે. એથી ધર્મસાધના વધવાથી પુણ્ય વધે, ને લક્ષ્મી વધુ મળે. છતાં હવે તે સહેજે મનને એની કિંમત તુચ્છ ! એમ ભવપરંપરા સુધરી જાય.
નિધાન અંગે માતાની સલાહ લે છેઃ–પુત્રમહોત્સવની ઉજાણી જમી લીધી. ત્યાં સાગરદત્તને વિચાર આવ્યો કે આમાં શું કરવું જોઈએ? એ માટે લાવ માતાની સલાહ લઉં' કોને પૂછવાનો વિચાર કરે છે? જે માતાને એ નિધાન પર જન્મ-જન્માંતરથી મોહ છે, એ માતાને પૂછવાને વિચાર કરે છે ! શું કહેશે એ? પણ આને બિચાઅને માતાની ઓળખ નથી. એ તે વિનયભાવ છે. તે જઈને માતાને કહે છે –
મા, આ રીતે નિધાન નિકળ્યું છે, તે શું કરવું ઠીક?”
માતા શ્રાદેવી કહે છે “ભાઈ, એ જગા પહેલાં તું મને દેખાડ, પછી કહું શું કરવા ગ્ય છે.” પેલાએ તે ભેળા ભાવે સ્થાન બતાવ્યું !
પાપનાં કારસ્થાન –શાસ્ત્રકાર લખે છે કે, અજ્ઞાન અને લેભ ! આ લહમીના નિધાન પર એ બે તો એવા