________________
૧૮૫:
જાય છે, ત્યાં “મેં આમ કર્યું હતું તે આમ ન બનત એવી પિક શા માટે મૂકવી? એ વખતે તે વિશ્વાસ ધરે જોઈએ કે “આમાં ભવિતવ્યતા અને કર્મનું ધાર્યું જ થવાનું છે અગર થયું છે ! મારૂં કાંઈ ચાલે એવું નથી.” એમ વિશ્વાસ ધરીને ઉલટું એવા અવસરે આપણો પુરુષાર્થ આપણી અદ્દભુત શક્તિઓ અને પુણ્યાઈ એમાં વેડફી નાખવાને બદલે જ્યાં ધર્મક્ષેત્રમાં સારી રીતે કારગત થાય એમ છે ત્યાં કાં ન ખરચવી? પણે તે આપણું કાંઈ ઉપજે એમ નથી. એ સુધારવું આપણું હાથની વાત નથી. જ્યારે અહીં તે વીતરાગદેવની ભરી ઉપાસના કરવી, એમનું સ્મરણ કરવું, એમને જાપ, એમની ભક્તિ કરવી, એ આપણા હાથની વસ્તુ છે, આપણે પુરુષાર્થ અને પુણ્ય કામે લગાડી શકાય એમ છે. જે વાત કાબુમાં નહિ, તેમાં પિતાનું અનંત પુણ્ય ખરચી નાખવું તે તે ગમારતા કે બીજું કંઈ? એના બદલે ધર્મના ઉત્તમ અનુષ્ઠાનની બાબતેમાં માટે પુરુષાર્થ ચાલે એવે છે. માનવશકિતઓ સારી કામ લાગે એવી છે, માનવ પ્રયત્ન સારે કામ લાગે એવે છે, તે એ કાં ન કરવા છે જ્યાંથી પાક નીકળે એમ હિોય એવી જમીન પર બીજની સામગ્રી ખર્ચે, ને મહેનત કરે તે કામની કહેવાય છે. એમ આ માનવના જીવનમાં સામગ્રીમાં શરીરની, ઈન્દ્રિયની, મનની, બુદ્ધિની, વિચારણની, વાણીની ઉત્તમ શકિતઓ છે ! આજુબાજુના સારા સંગેની પુણ્યાઈ છે. તેમ મહેનતમાં ધર્મક્ષેત્રે પુરુષાર્થ કરી શકાય એમ છે તેથી ત્યાં જે એને ઉપગ કરે તે ધાયું