________________
૧૦૦
આ ધર્મમાં દઈ દેવાનું મન નથી થતું. ધર્માદાખાતાના ટ્રસ્ટી બન્યા પછી એના પૈસાને ધર્મમાં ખર્ચી નાખવાની બુદ્ધિ થતી નથી, ને ઉલટી સંઘરી રાખવાની અને પાપની ચાલીઓ બાંધવાની ઇંશિયારી આવે છે. કેમ એમ લહમી અધિકરણ છે.
પ્રહ–બીજે કદાચ સંઘ ન કાઢે, પણ આ સમુદ્રદત્ત પિતે તે કાઢી શકે ને?
ઉ–ખરી વસ્તુ એવી છે કે પિતે એને (નિધાનને) ધર્મમાં લગાડે તે પહેલાં એ નિધાન ગ્રહણ તે કરવું પડે ને ? ત્યાં જ એને માટે વધે દેખાય છે કે “મારે એ પરિગ્રહ શા માટે? કાદવથી પગ બગાડીને પછી એને ધોવા, એના કરતાં બગાડવા જ નહિ, તે સારૂં' શીરે ખાવા કોઈ માથું ફોડે? દા. ત. પૈસા લીધા ને ધર્મમાં ઉપયોગ કર્યો, ધર્મની પ્રીતિ કરી. પણ ધર્મ સાથે પૈસાની પણ પ્રીતિ તે વધારી જ ને? આ પૈસા લેવા જેવા છે. એનાથી સારાં કામ થશેઆ પૈસાની જરૂરિયાત પર છાપ મારે, પછી આગળ કામ ચાલે. આ છાપ મારવાનું પાપ તે અનાદિકાળથી લઈ આવ્યા છીએ, તેને પાછું અહિંયા ચાલુ રાખવાનું !
સમુદ્રદત્ત એ વિચારે છે, પૈસા બહુ ખરાબ, એની દિશામાં ન જવાય ! અને કોને ખબર છે કે એ પૈસા લઈને ગયા પછી ધર્મ કરતાં પહેલાં વચમાં શું ય નહિ થાય ? ?