________________
કરે છે કે કેઈની ચઢવણીથી ? દા.ત. આજે કઈ પર્વને દિવસ છે, તિથિ છે મોટી. સવારમાં ઉઠયા, ને તપને બદલે ખાવાનું મન થયું, તે એ અંતરાત્માને અવાજ છે ? કે કેઈની ચઢવણ છે? અગીયાર વાગ્યાને વિચાર આપે-“બજારમાં જાઉં, ને ઠીક ઠીક પૈસા લઈ આવું” આ કેઈની ચઢવણી છે કે અંતરાત્માને અવાજ છે? આમ ખબર નહિ પડે કે કઈ ચઢાવી રહ્યું છે. આપણે જ વિચાર છે એવું લાગશે. પણ ખરી રીતે બીજાની શિખવણી છે. સવારમાં ઉઠીને પર્વના દિવસે “ખા” આ જીભડીએ શિખવાડયું ! શરીરે શિખવાડયું ! પૈસા ખૂબ ખરચવા છે અગર સંઘરવા છે માટે બધું મૂકીને પૈસા ભેગા કરે. આ અંતરાત્માનો અવાજ નથી, પણ “આપણે દુનિયામાં બેઠા છીએ, પૈસા હોય તે જ ભાવ પૂછાશે ! તે જ માનમરતબ! નહિતર કંઈ નહિ.” આવી આવી મેહની શિખવણીઓ બેઠી છે. અંતરને શુદ્ધ અવાજ ખેચી કાઢવા માટે તે ઘડી ભર પોતાના આત્માને જુદે તારવી દુનિયાથી અળગા થઈ જાવું પડે. અળગા એટલે ? “ હમણાં મારી આંખ મીંચાઈ જાય તે આ ઘર, કુટુંબ, ઇજ્જત-આબરૂ બધું મારું ખરૂં ? ના, તે વખતે મારું કે ?” –આવું કંઈક વિચારાય તે અંદરથી જવાબ મળે કે “કેઈ મારૂં નથી.”ને એક દિવસ એ આવશે કે “કાઢે રે કાઢો એને સહુ કહે....જાણે જન્મે જ નહોતે ! મડદું ભારે થઈ જશે ..” આ દિવસ આવવાનો નક્કી છે, તે મારૂં કોણ? અરિહંતાદિ ચારને માર કર્યા હોય તે તે મારા રહેશે.