________________
૧૫o
સમુદ્રદત્તે ચારિત્ર લીધું. હવે તે ચારિત્ર-સાધનામાં મસ્ત છે. આ ખબર જિનમતિને પહોંચ્યા. સમાચાર પહોંચતાં બહુ વાર ન લાગી. એ કાળ એ હતું કે સારા સમાચારને પાંખ આવે! આજે કાળા સમાચારને પાંખ આવતાં વાર નહિ! કેઈન દેષનું પાનું હાથમાં આવ્યું કે છાપામાં ને બીજે ત્રીજે નિંદાનું પાપ શરૂ થઈ જાય! જ્યારે નિંદાથી પૂર્વે લેકે ભડકતા. સમજતા કે “આવા મહાપુણ્ય મળેલ મેંઢાથી નિંદા ન થાય એ મેથી તે મહાપુરુષની સ્તુતિ પ્રાર્થના કરવાની.” આવા હવામાનથી પૂર્વકાળે ખરાબ સમાચારનું ગેઝેટીંગ નહોતું થતું; અને ગુણાનુરાગને લીધે સારા ખબર પ્રસરી જતા. જિનમતિ પતિની અચાનક દીક્ષા પર વિચારે છે.
જિનમતિને સમચાર મળ્યા, કે “મારા પતિએ ચારિત્રા લીધું.” સાંભળીને શું થયું એને? આજે શું થાય ? તરતનાં લગ્ન થયાં હેય, હજુ કંઈ વાત-વિચાર કર્યા ન હય, ને ખબર પડે કે “પતિદેવે ચારિત્ર લીધું !” તે શું થાય ? ઉકાપાત જ ને? “કેને પૂછીને ચારિત્ર લીધું ? તે પછી શું કામ પરણ્યાતા અને એમ જવા દઈશ એમને?” શું બોલે ને કેટલું બેલે, તે આપણાથી બોલાય નહિ. પરંતુ એટલું ખરું કે આવા અવસરે પત્તો લાગી જાય કે હૃદયની ધર્મ સાથે કેટલી સગાઈ છે ! પાપ સાથે જે સગાઈ હોય છે, અને સાંભળે કે પતિદેવ બજારમાં કઈ ચીજ લેવા ગયા, ને પૂછયા વિના કઈ શરત કરી પચાસ હજાર રૂપિયા