________________
૧૬૦ ઉપબુ હણું ન કરે તે નુકશાન –
જિનમતિ તે આથી ય આગળ વધી. પતિએ મહાન આત્મપરાક્રમ કર્યું છે; એના પર તેવી જ પ્રશંસા અને આભારની લાગણી પ્રદર્શિત કરવી જોઈએ. એને ઉપબુંહણ કહે છે. ઉપબૃહણા એ દર્શનાચારને પાંચ પ્રકાર છે. “ઉવવહ થિરીકરણે બેલે છે ને ? અવસરે સામાના સુકૃતની પ્રશંસા ન કરે તે દર્શનાચાર લેપનારા બનાય; એ ભૂલશે નહિ. ગુરુ સુદ્ધાંએ આમ તે શિષ્યના મોઢે એની બહુ પ્રશંસા, એ ગર્વિષ્ઠ અને પ્રમાદી ન બની જાય એ હેતુથી, નહિ કરવાનું હોવા છતાં, અવસરે એની જ ઉપબુહણા કરવાની છે. નહિતર સંભવ છે શિષ્ય સારા શાસન-પ્રભાવક કાર્યમાં કે આત્મહિતના કાર્યમાં શિથિલ થઈ જાય-બહુ તપ કરવા છતાં ગુરુ તરફથી સારે ટેકે ન દેખાય તે એમ થાય કે “ત્યારે મૂકે. માથાફેડ ગુરુને જે ગમતું નથી, તે તપ કરવાનું શું કામ છે?” આમ કરી તપ છેડી દે. આમાં નિમિત્ત કેણ બન્યું ? ગુરુની અનુ પબૃહણા. શાસ્ત્રમાં આવે છે -
અનુપબુ હણાથી ગુરુ-શિષ્ય બંને ય પડયા –
એક આચાર્ય મહારાજ પરગામથી મિથ્યાત્વી–વાદીને છતી આવેલા પિતાના શિષ્ય સાથે ત્યાંના સંઘને એની પ્રશંસા કરતે જુએ છે. સંઘ એ પ્રભાવક શિષ્યને મૂકવા આવ્યું છે, ને ગુરુને કહે છે, “ભગવંત! આપના શિષ્ય ગજબ કરી, લેખંડી વાદીને પણ નિરુત્તર કરી દીધે.