________________
૧૪:
કેમકે એ જિનવચન રસિક એટલે, ધર્મ પતિ પ્રત્યે તે સહેજે પતિવ્રતા હોય તેથી એ મારી પાછળ સહેજે ચારિત્ર લે તે એમાં એ ય તરી જાય.”
પ્રકરણ – ૧૩ આંતરચક્ષુ ઉઘાડી દેતું તત્વજ્ઞાન –જે જે હોં આવી બધી વિચારણામાં મહાન તત્વજ્ઞાન ભર્યું છે. પહેલાં તે એ જુએ કે જૈનધર્મની કેવી ઝળક રોમેરોમમાં લાગી ગયેલી કે હજી તે યુવાનીના ઉંબરે છે ત્યાં મહાન પતિવ્રતા સુશીલ અને સેવાકારી સુંદર યુવતી પત્નીના સુખ નથી લેવા. સંસારના એક ખૂણે અજુગતું જઈ હવે તે આ સુખને પણ ઝેરભળ્યા લાડુ જેવા સમજવા છે. આંતરચક્ષુ કેવીક ભૂલી ગઈ હોય તે આ બને ! પાછું, “પત્નીએ યુવાનીમાં કેટલા કેડથી સંસાર માંડ હેય, તે એણે શું સુખ જોયા ? એવી બેટી દયા ખાવાની નહિ. હવે તે એના સાચાં સગાં એટલે કે કલ્યાણમિત્ર બની એની ભાવદયા વિચારવાની કે એનું પારલૌકિક ભલું કેમ થાય ! હિતૈષી કેને કહેવાય ? આ લેકના સુખમાં સગાંસ્નેહી કે અશ્રિતને એવા ડુબાડી દે કે ભવાંતરે એ બિચારા ભવમાં ભટકતા થઈ જાય, એવું કરનારને ? સાચા હિતૈષી તે સમજતા હોય છે કે જીવને સંસાર સુખની ક્યાં નવાઈ છે? તેમ આત્માની વાત વિસારી શરીરની સગાઈ કરનારાં સગાં ય એને ક્યાં ઓછાં મળ્યાં છે? કલ્યાણમિત્ર સગાની વડાઈ એ કે એ મેક્ષના સુખની સગવડ કરી આપે. દેહના