________________
૧૪૭
કામ નહિ લાગે, એ વાત પાકી નિર્ણિત છે! આવી લક્ષ્મી પાછળ એના આવવા પહેલેથી જીવને કેટકેટલાં પાપ કરવાં પડે છે ! એ એક બાજુ તે અમૂલ્ય માનવજીવનને ધર્મસમય લૂંટી જાય, અને પાછી બીજી તરફ હાથમાં આવ્યા પછી એક પ્રકારનું ગાંડપણ ઉભું કરી દે ! એટલે કે જેમાં એક બાજુ મહાન ધર્મ-સમયની ખુવારી અને બીજી બાજુ મહાન વિટંબણા ! એવી લક્ષમી પર જ આ બધે સંસાર છે ! તે સંસાર જ આદરવા જે નહિ.”
ચેકકસ સમાચાર મળી ગયા કે પત્ની જિનમતિ અખંડ શીલવાની છે, છતાં પોતાના મનમાં જે સદ્બુદ્ધિ જાગી છે, તેને નષ્ટ કરી નહિ, પણ વિકસ્વર બનાવી ! વિવેક એનું નામ, વિચારશીલતા એનું નામ ! કે ગમે તે નિમિત્તે આપણું દિલમાં સદ્ભાવના જાગી, પછી સામેથી પ્રસંગ ફરી જાય છતાં પણ હવે ભાવના ન ફરે ! નિમિત્ત ગમે તે હે, જાગેલી સદભાવનાને ટકાવીએ તે સુવિચારી કહેવાઈએ, ફગાવી દઈએ તે નિર્વિચાર કહેવાઈએ.
કઈ કહેતે આવ્યું કે-ધમ બહુ સરસ ! આદરવા રોગ્ય !” એના કહેવા પર આપણને ધર્મ પર પ્રતિ થઈ. પણ પાછળથી ખબર પડી કે એણે તે આપણને ઠગવા માટે એમ કહ્યું હતું તો ધર્મ પર થયેલી પ્રીતિ ફગાવી દેવી ? સમુદ્રદત્ત વિચારે છે “એ તે જે સિરાવ્યું તે સિરાવ્યું! આપણે ચારિત્ર લઈએ તે એને ખોટું લાગવાનું નથી, ઉલ્ટી એ તે ખુશી થશે ! અને એ પણ ચારિત્ર લેશે !