________________
૧૦૪
મંગળ સમુદ્રદત્તને રસ્તામાં મૂકીને રવાના થઈ શકે એમ હતું, પણ એ વિચાર એને નથી આવતું. એ વિચારે છે-કરવું શું? અરે, હું તે શેઠના જ સપાટામાં પકડાયો! કે શેઠ મને અજાણમાં રાખી ધન લઈ લેશે.....પણ ના, એ લઈ લે તે પહેલાં જ હું કોઈ એવી ફસામણમાં એમને મૂકું કે એ ધનની વાત જ ભૂલી જાય.”
પ્ર–જે એ સમાજ વ્યવસ્થામાં શેઠ–નેકરના સારા સંબંધ હતા, તે આ નોકર તે ભારે ઠગી નાખવાનો વિચાર કરે છે! તે એ સમાજ-વ્યવસ્થા કેવી?
ઉ૦–સમાધાન સહેલું છે. આવા પ્રસંગ સેંકડે-હજારે એક બને; અને આ તે, પૂર્વજીવનનું વૈર ચાલી આવે છે માટે. પૂર્વકાળે આવા કિસ્સા કવચિત્ બનતા. આજે હાલતાં ચાલતાં બને છે. એ જ આ કાળની વિષમતા સૂચવે છે.
સસરાના ગામ પાસે આવ્યા એટલે સમુદ્રદત્ત મંગળીયાને કહે છે-“તું જેઈ આવ, કે આપણે જે ઘરે જવાનું છે. એ ઘરની શું રીતિનીતિ છે. પછી આપણે જઈએ.” આમાં વિવેક છે. સમયજ્ઞતા છે. સમુદ્રદત્તનું આ વચન સરળ છે, પણ પેલાનું હૃદય પાપી હોવાથી વિચારે છે, હા! મને કહે છે. “તું નગરમાં જા ” અને પછી પિતે ધન લઈ આવે! વાહ રે વાહ! પણ હું એમ કઈ ધન લેવા દઉં નહિ. હું કંઈ મૂરખ છું? દાસીને છેક છું. તેથી શું? હુંયે માણસ છું, ભેજવાળે છું. એ. ધન ઉઠાવે તે પહોંચાડી દઉં યમસદનમાં !