________________
૧૦૩
તે જ આ વિચાર આવી શકે. આવું મફતનું મળતું હોય ત્યાં તમને આવા વિચાર સૂઝે ને ? જેમ તાંબા પિત્તળ પર કેલાઈ ચઢયા પછી કાટ ન ચઢે, તેમ આત્મા પર શ્રી વીતરાગ પરમાત્માના ધર્મને રંગ ચઢયા પછી રાગાદિ પાપનાં કાટ ન ચઢે.
આ બાજુ મંગળીયે મનમાં બીજે જ વિચાર કરે છે, “આ જબરો શેઠ છે મારો! કેમ ભાઈ કોઈને ન કહું? હા હા ! બીજે કઈ ઉઠાવી જાય તે પહેલાં પિતાને જ ઉઠાવી જવું છે ! અને મને આમ કહે છે! તક છે; પણ હું એમ ઠગાઉં એ નથી !” એ વિચારમાં મેં તે જવાબ આપી દીધો કે. “ઠીક ત્યારે, હું બીજાને નહિ કહું” પણ મનમાં વસવસો રહી ગયે કે આ શેઠને ધન લઈ લેવું છે.
ત્યાંથી શેઠની સાથે એ ચાલે ખરો, પણ હવે મનમાં ઘાટ ગોઠવે છે, એ ઉપાડી જાય, એ પહેલાં મારે લઈ લેવું જોઈએ. પણ આપણે પરાધીન...આ તે મુશ્કેલી ઉભી થઈ !' પૂર્વના કાળમાં શેઠ-નોકરનાં એવાં બંધારણ હતાં કે નેકરની કદર શેઠ ખૂબ કરતાં. તેમ એ જલદી ઉદ્ધતાઈ ન કરી શકે એવી શિસ્ત પળાવતા. સામાજીક વ્યવસ્થામાં એ નહેતું ચાલતું, કે શેઠને અધવચ્ચે મૂકી નેકર ચાલ્યા જાય. આજે તે તમારે ત્યાં આ ચાલી શકે છે ને ? તમે શેઠ ખરા, પણ નેકરના મેં તમારે સાચવવાં પડે ! કેવી કંગાળ દશા ! આ સ્થિતિમાં સ્વાધીન અને ઉદાર બને તે જ રાહત મળે !