________________
૧૨
છે, જોઈએ...” આ બધું વધી રહ્યું છે ! પાપની સુગ ક્યાં રહી? ભય-બળાપ ક્યાં રહ્યો?
સમુદ્રદત્ત પૈસા નથી લે. કેમકે નજીકમાં વિરતિ, જીવનની તૈયારી કરે એવી યોગ્યતાવાળે છે. પૈસાના મૂલ્ય આંકનારે એ તૈયારી ક્યાંથી કરવાને? કહે જેવું, પૈસા લઈને સંઘ કાઢનાર ઊ , કે પૈસા છેડી સંતેષી રહેનાર ઊંચો? આ જવાબ આપવામાં, બસ ! અંતરની લાગણી તપાસે, આપણી વૃત્તિઓ શું કામ કરી રહી છે?
સમુદ્રદત્ત મંગળીયાને કહે છે-જે જે, ધ્યાન રાખજે, આનાથી (આ નિધાનથી) પાપ વધે છે....” આ કહેવામાં પિતાની આંતરિક આંખ આગળ મોટી પાપની જંજાળ દેખાય છે. એનાથી એને કંપ છૂટે છે. ઓહ! જરાક ગફલત થાય, ને કહી દે કેઈને કે અમુક જગ્યાએ પૈસા છે...ને પેલે લઈ આવે...પછી કેટલાં પાપ એના પર એ આચરે ?...એકલા સ્થાવર જીવના જ સમારંભ છે? ના, પંચેન્દ્રિય સુધીના સમારંભ છે ! પૈસા છે એટલે સામા પર જોહુકમી કરશે! સામાને ખેદાનમેદાન કરવાની લડાઈઓ ય ચાલશે ! ઈર્ષા, દ્રોહ, ઘમંડ, શિરરી બધું એના પર' માટે જ લહમી એ અધિકરણ. લક્ષ્મી એટલે પાપનું કારખાનું ! એમાંથી પાપને માલ તૈયાર થતે જ જાય. આશ્રવ ને અશુભ અનુબંધ ચાલ્યા કરે..” આ બધું
ઈને સમુદ્રદત્તને કંપ થાય છે. કેવીક એની પાપથી ડરનારી લેશ્યા છે ! છ પર કરુણાભાવભરી લેશ્યા છે !