________________
૧૦૬
તમારા સસરાનું કુળ વધારે ઉગમાં પડી ગયું છે, એમાં પાછી મુશીબત એ થઈ ગઈ કે એમને ખબર પડી છે કે તમે જમાઈ અહીં આવે છે તેથી શરમમાં પડી ગયા છે! મેં શું બતાવવું?' મંગળીયે બેબગાળો ગબડા ! એ જાણે છે કે શેઠ ધર્મિષ્ઠ છે, અને વાત એવી બેઠવીને કરે છે કે સમુદ્રદત્તને બરાબર ગળે ઉતરી જાય ! અને પછી પત્નીની ચિંતામાં ધન ભૂલી જઈ ઘરના રસ્તે પડી જાય.
આર્ય દેશોને આ મહિમા કે ભલે માબાપ સંતાનને વિષયસુખ મળે એમ ઈચછે ખરા, પરંતુ તે અનાચારના રસ્તે નહિ જ. એમાં તે ઉલટાં નાખૂશ. એવું જ પૈસા નીતિના મળે એમાં આનંદ, પણ અનીતિના મળે એમાં નહિ. આવું માત્ર કુટુંબમાં જ નહિ, પરંતુ સમાજની પણ પરિસ્થિતિ કે કુળવિરુધ તમે આચરે તે સમાજની દષ્ટિએ પણ તમે કેડની કિંમતના !
સમુદ્રદત્ત વિચારે છે-“અરે, આવું બન્યું ? ધિક્કાર છે સ્ત્રીપણાને કે જેથી શ્રાવકપણામાં ઉત્પન્ન થવા છતાં, અને જિનવચનના સારને જાણ્યા છતાં આવું ઉભયલક વિરુદ્ધ આચરે છે!” કેણ આચરાવે છે આ? એની માનસિક વાસના. પણ તે આ સ્થિતિમાં એણે આ કર્યું ! એમ સમુદ્રદત્તને બહુ જ ખેદકારક લાગે છે! સમુદ્રદત્તે લગ્ન કર્યા છે તે એવી રીતે જ કે સામું પાત્ર શ્રાવકકુળનું છે, અને જમ્યા પછી જૈનતનું ઢ અજ્ઞાન નથી, પણ જાણકાર છે. આ જાણીને લગ્ન કર્યા છે. જેથી એના જીવનમાં ધર્મ, શીલ, સદ્ગુણ,