________________
૧૦૯
કેમ ? સ્નેહ ને મેહ કરે ને? કહે છે ને પૈસા દેખી મુનિવર ચળે? તે પામર સંસારી જીવનું બિચારાનું શું ગજું? એમાં પાછી પત્ની તે કમાવવાના અધિકાર વિનાની ! એટલે પૈસે દેખી કેમ ન પીગળે? પ્રારંભમાં જ પૈસાથી નવરાવી નાખનાર પતિ ઉપર ભારે ઓવારી જાય. પતિ માગે તે એ દેવની જેમ પતિની આરતી ઉતારે આરતી ! છે ને એ તમારા સંસારનું નાટક ? સમુદ્રદત્તને આવા કેઈ કેડ નથી થતા. કેટલું બધું અનાદિ મલિન આત્માનું પરિવર્તન કર્યું હશે ! તે પણ માત્ર બે ત્રણ ભવમાં જ ! ધર્મ હૃદયસ્થ કરવાની પદ્ધતિ પર આધાર છે. ધર્મ સાથે દિલની કેવી સગાઈ કરે એના ઉપર પરિણામનું મા૫ નિકળે છે.
સમુદ્રદત્તને એમ પત્ની ખુશ કરવાના મેહના કેડ તે નથી પણ એ ધનથી વૈભવી થવાના, મેટા વેપાર ખેલવાના. મેજ ઉડાવવાનાએવા ય કેડ નથી. શ્રાવક કેડીલે ન હોય? હોય, પણ શાને કેડિલે? પ્રથમ નંબરે તે જીવનમાં પાપ ઓછામાં ઓછું કરવાનો, અને પછી જે કાંઈ પાસે છે એમાંથી પ્રભુભક્તિ-સંઘયાત્રા-સાધર્મિક વાત્સલ્ય વગેરે ધર્મપ્રભાવક કાર્યો કરવાના કેડ.
પ્રકરણ–૧૧ સમુદ્રદત્તનું મનનીય ચિંતન શ્રાવક એટલે તે પાપ-નિવૃત્તિને અખંડ ઉપાસક ! એને