________________
પ૦
નથી. ઉલટ પાપથી ભારે થાય છે! કર્મબંધ કરે છે! માણસ રસ્તે જનાર ત્રાહિત માટે જે પાપ નહિ કરે, તે પાપ નેહી પાછળ કરશે! પરિણામ પિતાને જ ભાવમાં ભારે ભય! આ બધી પરિસ્થિતિમાં જીવે પિતાનું રક્ષણ કરી લેવું તે આખા ય ઉપદેશને સારું છે! “આત્માને રક્ષ. (આત્માને બચા)' એને બચાવવા માટે ખેળીયા માટેની રમત દૂર ખસેડો. દુનિયાના સ્વજને ખેળીયા સાથે રમત રાખે છે, અંદરથી આત્મ-પંખેરૂ ઉડી ગયું કે એજ સ્વજને ખેળીયાને બાળી-ફેંકી દેવાના ! આવા સંસારમાં રાગ-મમત્વ ધરે, ને એમાં જ ભૂલા પડી જવું તે બધું મિથ્યામતિનું ફળ છે. વિજયસિંહ આચાર્ય ભગવંત શિખીકુમારને કહે છે – “આ સિવાય પણ બીજે કે ઈ સંસાર પર વૈરાગ્ય થવાને હેતુ હોય તે તું કહેવાનું અમને કહે છે ને? તે અમારૂં વૃત્તાન્ત સાંભળ."
- પ્રકરણ - ૬ વિજયસિંહ આચાર્ય ભગવંતનું કૌતુક :
'અજિતદેવ તીર્થકરના દેશના નાળિયેરનું ઝાડ - - લક્ષમીનિલય નામના નગરમાં સાગરદત્ત નામે સાર્થવાહ છે. તેને શ્રીમતી નામે પત્ની છે. તેમને હું પુત્ર છું. હું જ્યારે કુમારાવસ્થામાં હતું ત્યારે એકવાર લક્ષ્મી નામના પર્વત ઉપર ગયે, ત્યાં એક ભાગમાં મેં આશ્ચર્ય