________________
પાપમાં દેહાદેડ કરશે. અનેક સ્થાવર ત્રસ જીવેના સંહાર મચશે.
સમુદ્રદત્તને નિધાન જોઈતું નથી તેથી નોકરને કહે છે,
ભાઈ ! રહેવા દે, એનું આપણે કામ નહિ!” કેમ વારૂ? કારણ એજ કે શ્રાવક બને છે તેથી એના પર ધર્મની છાયા એવી છે કે એને બિનજરૂરી પાપ જોઈતા નથી, એને પાપનાં સાધનો ભય છે. એજ સૂચવે છે કે એને ધર્મની અંતરંગ પ્રાપ્તિ થઈ છે.
ધર્મની પ્રાપ્તિ જીવનની સઘળી પ્રવૃત્તિ પર છાયા પાડે તેવી હોવી જોઈએ. ધર્મની જેને હૃદયમાં સ્પર્શના કહીએ, જેને હાદિક પ્રાપ્તિ કહીએ, એને અર્થ એ કે જીવનની સઘળી પ્રવૃત્તિ પર એની છાયા પડે. જેમ દેહની ગતિથી આગળ પગલું પડે ત્યાં એની છાયા પડે છે, એમ અહીં વાણી, વિચાર કે વર્તાવ પર ધર્મસ્પર્શનની છાયા પડે. એ ધમી કદાચ લડાઈ લડવા ગયે. તે ત્યાં ય ધર્મ છાયાને લીધે હારેલા શત્રુ પર દયાળુ હશે.
હાથીના જીવનમાં મેઘકુમારે વિચાર કર્યો–ઉભું રહે, જવા દે. કોઈ જીવ તે નથીને ? જેવું તે સસલું દીઠું ! પગ ન મૂકે. ભલે ત્યાં એ ધર્મ નથી પામે, પણ મેઘકુમારના ભાવમાં ધમ પામવાનો છે. તેની આ ભૂમિકા છે. આછો પણ ગુણને રંગ, ધર્મને રંગે હોય તે તેની જીવન પર છાયા પડે છે. આ સમુદ્રદત્તને તેવી છાયા છે ધર્મની.